તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કાણીયોલ અને નવલપુરમાં 2 જણ આવતાં ગુનો નોંધાયો

હિંમતનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પુરૂષ સુરતથી અને મહિલા અમદાવાદથી વગર પરવાનગીએ આવતાં ફરિયાદ નોંધાઇ

હિંમતનગર તાલુકાના કાણીયોલ અને નવલપુર ગામમાં હોટ સ્પોટ શહેરોમાંથી વગર પરવાનગીએ આવી જતાં જાગૃત નાગરિકો દ્વારા જાણ કરાતાં પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અમદાવાદના મણિનગરમાં રહેતા પાયલબેન બળવંતભાઈ ડાભી તા.11-05-20ના રોજ બપોરે ત્રણેક વાગ્યે તંત્રની કોઇ પણ જાતની મંજૂરી લીધા વગર કાણીયોલ ગામમાં આવી ગયા હતા અને કોઈને જાણ કરી ન હતી તેવી જ રીતે નવલપુર ગામના વતની પ્રહલાદભાઈ ધુળાભાઇ રાવળ તા.06-05-20ના રોજ સાંજે સુરતથી આવી ગયા હતા. તેમણે પણ પાંચ દિવસ સુધી મંજૂરી વગર આવ્યા હોવા છતાં આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી જાગૃત નાગરિકોએ આ બાબતે પોલીસ સ્ટેશનને જાણ કરતાં એપેડેમીક ડિસીઝ એક્ટ આઈપીસી 188 ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 (1) અંતર્ગત બંને વિરુદ્ધ અલગ-અલગ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો