નગરપાલિકાએ ટેન્કર મોકલતાં પાણી માટે પડાપડી, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયું

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીનું ટેન્કર આવતા સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો. - Divya Bhaskar
પાણીનું ટેન્કર આવતા સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો.
  • હિંમતનગરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં ડહોળું પાણી આવતાં દહેશત

હિંમતનગર: શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં ગુરુવારે સાંજે ડહોળું પાણી આવતાં રહીશોમાં કોરોનાના ફફડાટ વચ્ચે દહેશત જોવા મળી હતી. પાલિકા દ્વારા શુક્રવારે પાણીનું ટેન્કર મોકલવામાં આવતા લોકોના ટોળા ઉમટયા હતા. પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં ગુરુવારે સાંજે આપવામાં આવેલ પાણીનો પુરવઠો લાલચોળ હોવાને પગલે રહીશોમાં દહેશત જોવા મળી હતી. 
 આ અંગે ચીફ ઓફિસર અલ્પેશકુમાર પટેલ જણાવ્યું કે સમ્પની સફાઈ ચાલી રહી છે જેને કારણે ડહોળું પાણી વિતરણ થયું હશે. સફાઈ પૂર્ણ થતા એકાદ બે દિવસમાં સ્વચ્છ પાણી મળી રહેશે અને જાણ થતાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ છે. પાણીનું ટેન્કર આવતા રાજેન્દ્ર બાગ વિસ્તારમાં લોકોના ટોળા ઉમટયા હતા અને સોશિયલ ડિસ્ટનસિંગનો અભાવ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...