તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેમ્પલ:હિંમતનગરમાં 25 વ્યક્તિઓને શંકાસ્પદ કોરોના

હિંમતનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક

હિંમતનગર સિવિલ અને કોવિડ -19 મેડિસ્ટાર હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે. સિવિલના આર.એમ.ઓ. ડો. એન.એમ.શાહે જણાવ્યું કે ઓપીડીમાં 59 દર્દીઓ તપાસાયા હતા. તે પૈકી 25 શંકાસ્પદના સેમ્પલ લેવાયા છે. અત્યાર સુધીમાં મેડિસ્ટાર સહિત કુલ 1037 સેમ્પલ લેવાયા છે. જે પૈકી 4 બહારના સહિત 28 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં એક દર્દી મહીસાગર જિલ્લાનું છે અને મોડાસાથી રીફર થઈને આવ્યું હતું અને બે અમદાવાદના છે. હાલમાં  17 એક્ટિવ કેસ છે અને 732 નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હિંમતનગરમાં કોવિડ-19 મેડિસ્ટાર હોસ્પિટલમાં ગુરુવારે વધુ પાંચ શંકાસ્પદોના સેમ્પલ લેવાયા હતા. મંગળવારના તમામ 3 સેમ્પલનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. મેડિસ્ટાર હોસ્પિટલના નોડલ ડો.વિપુલ જાનીએ જણાવ્યું કે અગાઉ જે યુવતીનો ઇન્ડિટરમીનેટ રીપોર્ટ આવ્યો હતો તેનું અને ઓપીડીમાં આવેલ તાવના દર્દીઓ પૈકી ચાર જણાને શંકાસ્પદ લક્ષણો જણાતાં કુલ 5 સેમ્પલ લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો