સાબરકાંઠા:ટીવી પડદાના લંકેશ દૂરદર્શન પર રામાયણ નિહાળી ખુશખુશાલ થયા, અભિનેતા અરવિંદ ત્રિવેદી રામના ભક્ત છે

સાબરકાંઠા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરવિંદ ત્રિવેદી (81) હાલ મુંબઇમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે
  • 1991થી 1996 સુધી રાજકારણના રંગમંચના સાંસદ તરીકે રહી ચૂક્યા છે

હિંમતનગર: હાલ કોરોના વાઈરસના કહેર વચ્ચે ઇડરમાં અરવિંદ ત્રિવેદીએ દૂરદર્શન પર આજથી શરૂ થયેલી રામાયણને નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે રામાયણમાં લંકાપતિ રાવણનું પાત્ર ભજવ્યું હતું. ઈડર ખાતે તેઓ રામાયણ નિહાળીને ભાવક થયા હતા. રામાયણ સિરિયલમાં લંકેશ (રાવણ)ના પાત્રથી ઘરે ઘરે જાણીતા થયેલા અભિનેતા અરવિંદ ત્રિવેદી (81) હાલ મુંબઇમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. અનેક ગુજરાતી ફિલ્મોમાં જાનદાર અભિનય આપનારા અરવિંદ ત્રિવેદી 1991થી 1996 સુધી રાજકારણના રંગમંચના સાંસદ તરીકે રહી ચૂક્યા છે. દર વર્ષે રામનવમીએ ભગવાન રામની પૂજા કરવા ખાસ મુંબઇથી ઇડર આવે છે.

અન્ય સમાચારો પણ છે...