તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનનો સદઉપયોગ કરાવવા પોલીસે કોરોના કિલર સ્પર્ધા શરૂ કરી

કોરોના ઇફેક્ટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિલા પુરુષ બાળકો તમામ બે કેટેગરીમાં ભાગ લઇ શકશે
  • જે તે આવડતનો બેથી ત્રણ મિનિટનો વિડીયો બનાવી વોટ્સએપ કરવાનો રહેશે

હિંમતનગરઃ લોકડાઉનના 21 દિવસ ઘરમાં જ પસાર કરી શકાય અને મનોરંજનની સાથે પ્રોત્સાહન મળી રહે તે માટે સાબરકાંઠા પોલીસ દ્વારા હું કોરોના કિલર છું નામની સ્પર્ધા શરૂ કરાઇ છે. જેમાં મહિલાઓ પુરુષો બાળકો તેમનામાં રહેલા કૌશલ્ય ની અભિવ્યક્તિ પણ કરી શકશે અને પ્રોત્સાહક ઇનામ પણ મેળવી શકશે.
 ત્રણ પુરુષ અને ત્રણ મહિલા વિજેતાઓને પુરસ્કાર આપાશે
જે તે આવડતનો બેથી ત્રણ મિનિટનો વિડીયો બનાવી વોટ્સએપ કરવાનો રહેશે આ અંગે વિગત આપતા ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું કે લોકડાઉનના 21 દિવસ દરમિયાન નાગરિકો તેમનામાં રહેલી આવડતનો બેથી ત્રણ મિનિટ નો વિડીયો બનાવી વોટ્સએપ નંબર 6359626891 પર મોકલવાનો રહેશે અને ડેઇલી પુરસ્કાર જીતવાનો પણ મોકો મળશે. જેમાં ડાન્સિંગ, સિગિંગ, પેઇન્ટિંગ, હેલ્પીંગ હેન્ડ, કુકિંગ કિંગ એન્ડ કવીન, યોગા ચેલેન્જ, ફિટનેસ ચેલેન્જ નો સમાવેશ થાય છે. બાળકો કોરોના કોન્સેપ્ટ વાળું ચિત્ર બનાવી શકે છે. દરેક પ્રતિયોગીતામાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલા વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. હેલ્પીંગ હેન્ડ પ્રતિયોગિતામાં સ્ત્રીઓના ઘરકામમાં મદદ કરતાં પતિએ પાંચ અલગ અલગ વીડિયો મોકલવાના રહેશે. આ સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...