દૂધ, શાકભાજી-કરિયાણું ઘરે મળશે: ડોન્ટવરી સાબરકાંઠાવાસીઓ, હવે તો બહાર નીકળવાનું બંધ કરશો કે નહીં

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • કરિયાણા એસોસેએશન જરૂરિયાતની વસ્તુઓ  હોમ ડિલીવરી કરાશે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 12:38 PM IST

હિંમતનગર: જિલ્લાવાસીઓને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે કલેકટરે વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી શહેરીજનોને વસ્તુ લેવાના બહાને બહાર ન નીકળવું પડે અને ઘેર બેઠા જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેવું આયોજન કરાયું હતું. જિલ્લાના કરીયાણા, શાકભાજી અને દૂધ વિતરક એસોસિએશન સાથે યોજાયેલ બેઠકમાં કલેકટર સી.જે.પટેલે કોરોનાની  ગંભીરતા અંગે માહિતી આપી જણાવ્યું કે જયાં ભીડ એકત્ર થતી હોય ત્યાં રોગના સંક્રમણની શક્યતાઓ વધી જતી હોય છે. જિલ્લામાં હાલ કરીયાણા, શાકભાજી અને દૂધના સ્ટોલ પર ભીડ મોટી સંખ્યામાં એકત્ર થતી હોવાથી ગ્રાહકોને ઘેર બેઠા જ સામાન પહોંચાડવો શ્રેષ્ઠ વિકલ્પ હોઈ કલેકટરની આ પહેલને આવકારી વેપારીઓએ  પોતાના આસપાસના ગ્રાહકોને ઘેર બેઠા જ કરીયાણુ મળી રહે તે માટે સંમતિ દર્શાવી હતી. 
વેપારી તેમના ઘર સુધી પહોંચતા કરશે
જેમાં પ્રથમ તબક્કામાં ગ્રાહકો પોતાની જરૂરીયાતની વસ્તુઓની યાદી વેપારીને મોકલશે ત્યારબાદ બીજા દિવસે વેપારી તેમના ઘર સુધી પહોંચતા કરશે , સંકટના સમયે વેપારીઓ કાળા બજાર કે ભાવ વધારો કરીને વેચાણ ન કરે અન્યથા તેમની સામે  શિક્ષાત્મક પગલા લેવામાં આવશે તેવી તાકીદ પણ કરાઇ હતી.જયારે શહેરી વિસ્તારમાં શાકભાજીના વિતરણ માટે સોસાયટીની નિયત કરેલ જગ્યાએ શાકભાજીની લારી ઉભી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

તમારા વિસ્તારમાં આ રીતે કરિયાણું પહોચાડાશે
વેપારી એસો. દ્વારા જે-તે વિસ્તારમાં કાર્યરત કરિયાણાના દુકાનની એક યાદી નગરપાલિકાને આપશે. જેથી નગરપાલિકાના 02772- 247000 કંટ્રોલરૂમ પરથી જાણી શકાશે કે તમારા વિસ્તારમાં કઇ દુકાન કરિયાણું પહોંચાડશે તેની જાણ કરાશે અને અલગ-અલગ વોર્ડ વાર શાકભાજીની લારીધારકનો નંબર મળી રહેશે તથા કંટ્રોલ  સવારના 8 થી રાત્રિના 8 કલાક સુધી કાર્યરત રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી