તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંમતનગરને અડીને આવેલ સગવઢના સંજરનગરમાં રવિવારે સાંજે ડાલામાં શક્કરટેટી ભરી ટોળું કરી ઉભો રહેલ શખ્સ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરનારને ઉભો રાખી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા ટકોરતા આ પોલીસવાળા દરરોજ રોઝા છોડવાના સમયે શું કરવા આવે છે કહી નવેક માણસો ભેગા થઈ ગયા હતા અને ગડદાપાટુનો માર મારવા સહિત પથ્થરમારો કર્યો હતો અને એક શખ્સે લાકડીથી પોલીસકર્મીનું માથું ફોડી નાખ્યું હતુ. રૂરલ પોલીસે 7 શખ્સોની અટકાયત કરી છે. જ્યારે બે ફરાર છે. રવિવારે રૂરલ પોલીસ સ્ટેશનના રાકેશકુમાર જયંતીલાલ પરમાર અને મહેશભાઈ ઈશ્વરભાઈ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન વસીમ જાવેદની મસ્જિદ તરફ જતા રોડ પર એક ડાલા વાળો ટોળું ભેગું કરી શક્કરટેટીનું વેચાણ કરી રહ્યો હોઈ પોલીસને આવતા જોઇ ડાલુ લઈ ભાગવા જતાં થોડે આગળ ઊભુ રખાવી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું કહેતા હતા તે દરમિયાન એકટીવા નં. જી.જે-9-ડી.ઈ-8625 પર અન્ય શખ્સ સાથે આવેલ મહિલાએ બૂમો પાડવાની શરૂ કરી હતી.જેથી બંને પોલીસ કર્મીને ગડદાપાટુ પથ્થરથી માર મારવાનું શરૂ કર્યો હતો. ડાલાના ચાલક ઈરફાને મહેશભાઈની લાકડી ઝૂંટવી લઈ આજે તો પતાવી દેવા છે કહી મહેશભાઈના માથામાં ફટકો મારતા મહેશભાઈ પડી ગયા હતા.રૂરલ પોલીસે 9 જણા વિરુદ્ધ આઈપીસી 307, 332, 323, 504, 506 (2) રાયોટિંગ જાહેરનામાનો ભંગ ડિઝાસ્ટર એકમનો ભંગ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.