લોકડાઉન:હિંમતનગરમાં પોલીસે રોકતાં કાંકણોલના દારૂડિયાએ ફેંટ મારી

હિંમતનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લોકડાઉનમાં નીકળવાનો પાસ માંગતાં ઝપાઝપી

હિંમતનગરઃ કાંકણોલ રોડ પર શનિવારે મોડી સાંજે કાંકણોલનો શખ્સ દારૂ પીને લોકડાઉનનો ભંગ કરી શહેરમાં ઘૂસી ગયા બાદ પરત આવતાં પોલીસે રોકી લેતાં પોઇન્ટ પર ઉભા રહેલ પોલીસકર્મીને ફેંટ મારી ઝપાઝપી કરી હુમલો કર્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શનિવાર મોડી સાંજે શહેરના કાંકણોલ રોડ પર કૃષ્ણધામ સોસાયટી આગળ લોકડાઉન પોઇન્ટ ઉપર બે જીઆરડી અને એક હોમગાર્ડ સાથે પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન કાંકણોલ તરફથી એક કાળા રંગનું એક્ટીવા આવતાં તેને રોકવાનો પ્રયાસ કરતાં ફૂલ સ્પીડમાં શહેર તરફ દોડાવી મૂક્યું હતું. 
થોડીવારમાં સવા આઠેક વાગ્યે આ એકટીવા પરત આવતા તેને રોકી લોકડાઉનમાં નીકળવાનો પાસ માગતાં ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પર હુમલો કરી છાતીમાં ફેંટ મારી ઝપાઝપી શરૂ કરી હતી. દરમિયાનમાં પોલીસની ગાડી આવી જતાં શખ્સને કાબૂમાં લેવાયો આવ્યો હતો. કાંકણોલ ગામના સવરીન પ્રવિણભાઈ પટેલ નામના શખ્સે દારૂ પીને લોકડાઉન તોડીને પોલીસ પર હુમલો કરતાં પોલીસે સવરીનની અટકાયત કરી એકટીવા નં.જી.જે-9-ડી.ઈ-4445 કબ્જે લીધી છે.

અન્ય સમાચારો પણ છે...