કોરોના વાઈરસ ઈફેક્ટ / સાબરકાંઠાના સ્માર્ટ વિલેજ પુંસરીમાં ડિજિટલ બેસણું, ફેસબુક લાઈવ અને વીડિયો કોન્ફરન્સથી સગાઓનો સધિયારો

Improve engagement with digital besnu with Facebook Live and video conferencing at the Smart Village punsari in Sabarkantha
X
Improve engagement with digital besnu with Facebook Live and video conferencing at the Smart Village punsari in Sabarkantha

  • મૃતકના પુત્ર મુંબઈમાં રહેતા હોવાથી તેઓ પણ ત્યાંથી ડિજિટલ રીતે પિતાની વિધિમાં જોડાયા

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 03:18 PM IST
મહેસાણા/ હિંમતનગર: કોરોના વાઈરસના પગલે દેશભરમાં લોકડાઉન છે. લોકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના સ્માર્ટ વિલેજ પુંસરીમાં સ્નેહીના નિધન પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી પરિવારે ડિજિટલ બેસણું યોજીને સમયની માંગ મુજબ દાખલો બેસાડ્યો હતો. પરિવારજનોએ ફેસબુક લાઈવ અને વીડિયો કોન્ફરન્સથી ડિજિટલ બેસણું કર્યું હતું.
એક જ દિવસમાં તમામ વિધિ પૂર્ણ
ગઈ કાલે પુંસરીમાં જયંતિભાઈ દરજીનું આકસ્મિક નિધન થયું હતું. પરિવારજનોમાં સ્વજનની અણધારી વિદાયથી દુઃખ હતું અને ચિંતા હતી.  ત્યારે સામાજીક રીતરિવાજ અનુસાર બેસણું કરવાની પ્રથા છે. પરંતુ પરિવારે સમયની માંગ મુજબ નિર્ણય લઈને ડિજિટલ બેસણું યોજ્યું હતું. સગા સંબંધીઓના ધાડેધાડા ઉતરી ન પડે તે માટે બેસણું સહિતની તમામ વિધિ એક જ દિવસમાં પૂરી કરી દીધી હતી. ઘરના મોભી નટુભાઈએ ડિજિટલ બેસણાંને મંજૂરી આપી હતી. મૃતકના પુત્ર મુંબઈમાં રહેતા હોવાથી તેઓ પણ ત્યાંથી ડિજિટલ રીતે પિતાની વિધિમાં જોડાયા હતા.
બે આઈડીનો ઉપયોગ કરાયો
ડિજિટલ બેસણાં માટે પુંસરી ગ્રામ પંચાયતનું એક આઈડી અને મૃતકના ભત્રીજા આશિષ દરજીનું બીજું આઈડી એમ બે આઈડી પરથી ડિજિટલ બેસણાં ગુજરાત અને દેશમાં રહેતા સગાસંબંધીઓ જોડાયા હતા. સમયની ગતિ સામે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકડાઉનના સમયમાં 150 જેટલા લોકોએ ડિજિટલ શ્રદ્ધાંજલિ આપી હતી. ડિજિટલ બેસણાંમાં પુંસરીમાં પરિવારના 5 સભ્યો પણ ન ભેગા થઈને લોકડાઉનની ખેંચેલી લક્ષ્મણ રેખાને પાર કરી ન હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી