હિંમતનગરમાં હોટલ અને દુકાનમાં કાર્યવાહી, 2.5 કિલો અખાદ્ય માંસ અને 15 કિલો બટાટા જપ્ત કરાયા

હિંમતનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરઃ કોરોના વાયરસને પગલે હિંમતનગર પાલિકા દ્વારા શુક્રવાર સવારે ચીકનની દુકાનમાંથી 2.5 કિલો માંસનો અખાદ્ય જથ્થો અને બીજી એક દુકાનમાંથી 15 કિલો બટાટાનો અખાદ્ય જથ્થો જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો.  હિંમતનગર નગરપાલિકા દ્વારા શુક્રવારે સવારે ડિસન્ટ હોટલ અને સાગર ચીકન નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સાગર ચીકનમાંથી અખાદ્ય માંસનો અઢી કિલો જથ્થાનો નાશ કરી રૂ.500 દંડ વસૂલાયો હતો અને 10 જેટલા પૂરી પકોડી વેચતાં વેપારીઓને ત્યાં તપાસ કરતાં બે જણાને ત્યાંથી 15 કિલો અખાદ્ય બટાટાનો જથ્થો મળી આવતાં નાશ કરી રૂ.1000 દંડ વસૂલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...