તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોઈપણ જાતની મંજૂરી વગર ટ્રકમાં બેસીને નીકળેલા પરપ્રાંતિયોને રાજેન્દ્રનગર નજીક મોડાસા રૂરલ પોલીસે અટકાવ્યા બાદ તમામ નીચે ઉતરી ગયા હતા અને હાઇવે બ્લોક કરી દસ થી પંદર મિનિટ સુધી હોબાળો કર્યો હતો દરમિયાનમાં ગાંભોઈ પોલીસ આવી પહોંચતાં તમામને સમજાવ્યા હતા અને સા.કાં. પ્રશાસન દ્વારા તેમને વતનમાં મોકલવા વ્યવસ્થા કરી આપવાની હૈયાધારણ આપ્યા બાદ 179 પરપ્રાંતીઓને હિંમતનગર ખાતે લવાયા હતા. બુધવારે સવારે સાડા આઠેક વાગ્યાના સુમારે હિમતનગર શામળાજી નેશનલ હાઈવે પર રાજેન્દ્રનગર ચોકડી નજીક મોડાસા રૂરલ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન ત્રણેક વાહનો માણસો ભરીને આવી પહોંચતાં તેમને અટકાવ્યા હતા અને આંતર જિલ્લા કે આંતરરાજ્ય મુસાફરીની પરવાનગી તેમની પાસે ન હોવાથી આગળ ન જવા દેતા તમામ પરપ્રાંતીઓ નીચે ઉતરી ગયા હતા અને ટોળે વળી હાઇવે પર બેસી જતા રોડ બ્લોક થયો હતો દરમિયાનમાં ગાંભોઇ પોલીસ પણ આવી પહોંચી હતી અને પીએસઆઇ જયદીપ દેસાઈએ પરપ્રાંતીઓને સમજાવ્યા હતા અને હૈયાધારણ આપી હતી કે જિલ્લા પ્રશાસન દ્વારા તેમને તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરાશે અને સમજાવીને બધાને હિંમતનગર મોકલ્યા હતા. મહિલા અને બાળ અધિકારી દિપેન પંડ્યાએ જણાવ્યું કે ગાંભોઇ પોલીસ દ્વારા કુલ 179 પરપ્રાંતીઓને મોકલવામાં આવ્યા છે તે પૈકી 140 જણાને ખેડતસિયા રોડ પર આદર્શ નિવાસી કન્યા છાત્રાલય અનુ. જનજાતિ ખાતે અને 39 જણાને બાયપાસ રોડ પર આદર્શ નિવાસી છાત્રાલય બક્ષીપંચ ખાતેના શેલ્ટર હોમમાં રખાયા છે. તમામનું હેલ્થ ચેકઅપ કરાયું છે અને સા.કાં. કલેકટર દ્વારા પરપ્રાંતીઓને તેમના વતનમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરાઇ છે તેમણે ઉમેર્યું કે મોટાભાગના યુપીના છે કેટલાક બિહાર અને રાજસ્થાનના છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.