તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાંડો ફૂટયો:ફેસબુક ફ્રેન્ડનું એકાઉન્ટ હેક કરી બીમારીનું બહાનું કાઢી રૂ.15 હજાર ટ્રાન્સફર કરાવ્યા

હિંમતનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજી વાર રૂ.10 હજાર માંગતા ફેસબુક ફ્રેન્ડને ફોન કરી પૂછતાં સમગ્ર મામલોનો ભાંડો ફૂટયો

ઇડર તાલુકાના પાનોલ ગામના વ્યક્તિના ફેસબુક ફ્રેન્ડ અને સહકર્મચારીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી મેસેન્જર પરથી હું બીમાર છું અને રૂ.15 હજારની જરૂર છે કહી પેટીએમમાં ટ્રાન્સફર કરાવી ફરીથી રૂ.10 હજારની માંગણી કરતા ફેસબુક ફ્રેન્ડને ફોન કરી આ બાબતે પૂછતાં તેણે આવો કોઈ મેસેજ કરવાનો ઇન્કાર કરતાં તરત જ સાયબર સેલનો સંપર્ક કરતા સાયબર સેલે સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું. ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ કાર્ડ, પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરતી ઈ કોમર્સ વોલેટ કંપનીઓ ફેસબુક જેવા સોશ્યલ મીડિયા હવે નાણાકીય છેતરપિંડીના માધ્યમ બની રહ્યા છે અત્યાર સુધી એટીએમ કાર્ડની વિગતો મેળવી ફ્રોડ થતા હતા હવે ફેસબુક એકાઉન્ટ હેક કરી છેતરપિંડી આચર્યાનો કિસ્સો બહાર આવ્યો છે સા.કાં. સાયબર સેલ પીએસઆઇ હસ્મીન કાપડિયાએ જણાવ્યું કે ઇડર તાલુકાના પાનોલ ગામના વિરાભાઈ કોદરભાઈ પટેલની સાથે નોકરી કરતા અને ફેસબુક ફ્રેન્ડના મેસેન્જર પરથી મેસેજ આવ્યો હતો કે હું બીમાર છું મારે પૈસાની જરૂર છે મને પૈસા ટ્રાન્સફર કરી આપો જેથી વિરાભાઈએ પેટીએમ ખાતા નં.919093822890માં રૂ.15 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા ત્યારબાદ ફરીથી રૂ. 10 હજારની માંગણી કરતા વીરાભાઇ એ તેમના મિત્રને ફોન કરી પૂછતાં તેમણે જણાવ્યું કે તેઓએ આવો કોઈ મેસેજ કર્યો નથી જેથી છેતરપિંડી થવાની ખબર પડતાં તરત જ સાયબર સેલનો સંપર્ક કર્યો હતો અને સાઇબર સેલે પેમેન્ટ ગેટવે નોડલનો સંપર્ક કરી જરૂરી પુરાવા મોકલી આપી સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું તેમણે ઉમેર્યું કે ફેસબુક એકાઉન્ટનો સ્ટ્રોંગ પાસવર્ડ રાખવો જોઈએ અને ટુ સ્ટેપ ઓથેન્ટીકેશનનો આગ્રહ રાખવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો