તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેચાણ:હિંમતનગરમાં 60 કિલો સોપારીના જથ્થા સાથે શખ્સ ઝડપાતાં ફરિયાદ

હિંમતનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કારમાંથી જથ્થો ઝડપાયો, પૂછપરછમાં પાન મસાલાનો ગલ્લો ખુલ્લો હોય તો સોપારીનું વેચાણ કરવા આવ્યા હોવાનું જણાવ્યું

હિંમતનગર શહેરના ખેડતસીયા રોડ પર રવિવારે બપોરે એક અલ્ટો કારને રોકી તેમાં તપાસ કરતાં 60 કિ.ગ્રા. આખી સોપારી મળી આવતાં કાર ચાલકની અટકાયત કરી ગુનો દાખલ કરી એડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. પૂછપરછમાં પાન મસાલાનો ગલ્લો ખુલ્લો હોય તો સોપારીનું વેચાણ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતુ.  પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રવિવારે એ ડિવિઝન પોલીસ ખેડતસીયા રોડ પર ટ્રાફિક નિયંત્રણ કામગીરી કરી રહી હતી. તે દરમિયાન બપોરે બારેક વાગ્યાના સુમારે બેરણા રોડ પરથી એક અલ્ટો કાર નં.જી.જે-23-એ-2334 આવતા તેને રોકીને પૂછપરછ કરતાં શંકાસ્પદ જણાતાં પાછળના ભાગે તપાસ કરતાં એક થેલો મળી આવ્યો હતો. જેમાં આખી સોપારી ભરેલી હતી.   કાર ચાલક સંજયભાઈ કાંતિલાલ પટેલને નીચે ઉતારી પૂછપરછ કરતાં કોઈ પાન મસાલાનો ગલ્લો ખુલ્લો હોય તો સોપારીનું વેચાણ કરવા આવ્યા હોવાનું જણાવતા તા.03-05-20ના કોવિડ-19 જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો