તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:કોવિડ-19 હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ 1થી 4ના સરકારી અને ફિક્સ પગારદાર કર્મીઓને બિરદાવાશે

હિંમતનગર9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 30 દિવસ ફરજ બજાવનાર તમામને રૂ.5 હજારથી રૂ.25 હજાર પ્રોત્સાહન રાશિ મળશે

રાજ્યની કોવિડ - 19 હોસ્પિટલોમાં ફરજ બજાવતા વર્ગ 1 થી 4 ના સરકારી કર્મચારી અને ફિક્સ પગારકર્મીની સેવાઓને અન્ય રાજ્યોની જેમ બિરદાવવા ગુજરાત સરકારે પણ કોરોના વોરિયર્સ સન્માન યોજના અમલી બનાવી રૂ. 5 હજારથી માંડી રૂ. 25 હજાર સુધીની રાશિ અને પ્રમાણપત્ર આપવાનો તા. 12/05/20 ના રોજ નિર્ણય કર્યો છે.  જે કોઈપણ હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દીના વોર્ડમાં કે આઇસોલેશન વોર્ડમાં દર્દીના સીધા સંપર્કમાં આવતાં સરકારી તબીબો, પેરામેડિકલ સ્ટાફ, આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં સેવા આપતા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ, સફાઇ કર્મીઓ સંક્રમણની પરિસ્થિતિમાં પોતાની કે પોતાના પરીવારની પરવા કર્યા વગર કોરોના દર્દીઓની સેવા સુષુશ્રા કરી રહ્યા છે તેમની સમર્પણની ભાવનાને લઈ રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગણાની જેમ જ રાજ્ય સરકારે સેવાઓને બિરદાવવા કોરોના વોરિયર્સ સન્માન યોજના અમલી કરી છે. જેમાં 30 દિવસ સુધી ફરજ બજાવનાર વર્ગ-1 અને વર્ગ-2ના તબીબી અધિકારીઓને રૂ.25 હજાર, નર્સિંગ સ્ટાફ, લેબટેક્નિશ્યન, લેબ આસી., ફાર્માસિસ્ટ ને રૂ.15 હજાર કોવિડ -19 હોસ્પિટલના સફાઈ કર્મીઓને રૂ. 10 હજાર અને આઉટસોર્સિંગ તથા ફિક્સ પગારથી સેવા આપનારને રૂ. 5 હજાર માનદ વેતન આપવામાં આવનાર છે જે એક જ વખત અપાશે. સિવિલના આર.એમ.ઓ. ડો. એન.એમ. શાહે જણાવ્યું કે હિંમતનગર ખાતે સિનિયર તબીબ 6, જુનિયર તબીબ 12, મેડિકલ ઓફિસર 04 અલગ અલગ શીફ્ટમાં કામ કરતો 300નો નર્સિંગ સ્ટાફ, એડમીની સ્ટ્રેટીવ વર્ગ-1 ના 5 અને 200 જેટલા સફાઈ કર્મી કોરોના સારવાર સાથે જોડાયેલા છે. નોંધનીય છે કે નોટિફિકેશનમાં 30 દિવસની સળંગ ફરજ કે કુલ 30 દિવસની ફરજ અંગે સ્પષ્ટતા કરાઇ ન હોવાથી સન્માન યોજના થી ખુશ થવું કે નહીં તેની અવઢવ પ્રવર્તી રહી છે કારણ 15 દિવસની ફરજ બાદ કર્મચારીને 7 દિવસ માટે ક્વોરન્ટાઇન થવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો