તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાયબર ચાંચીયાઓ છેતરપિંડી માટે નીતનવા કિમિયા અજમાવી રહ્યા છે. કાર ફોર સેલનું ઓએલએક્સ પર પેજ બનાવી આર્મી હોવાની ઓળખ આપી ઇડર તાલુકાના શખ્સ સાથે રૂ.46 હજારની છેતરપિંડી આચરવાના કિસ્સામાં સાયબર સેલે ફ્રોડની રકમ રિફંડ કરાવી હતી. ઇડરના ભાણપુર ગામના કૃપાલ ભરતભાઈ પટેલ તા.23-04-20ના રોજ ફેસબુક પર લોગીન કરી સર્ફિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન કાર ફોર સેલ ના પેજ પર સ્વીફ્ટ કાર વેચવાની જાહેરાત જોતાં તેમાં બતાવેલ નંબર પર ફોન કરીને વાતચીત કરતાં સામેવાળા વ્યક્તિએ આર્મી મેન તરીકે ઓળખ આપી અને આર્મીમેનને સસ્તામાં કાર મળતી હોવાનું જણાવી પોતાનું બોગસ આઇકાર્ડ કૃપાલભાઈ ને મોકલી આપી વિશ્વાસમાં લઈ કાર વેચાણ આપવાના બહાને અલગ અલગ ચાર્જ પેટે રૂ. 46 હજાર ભરાવી છેતરપિંડી આચરી હતી. જેની જાણ થઈ જતા કૃપાલભાઈએ સાયબર સેલનો સંપર્ક કરતાં પીએસઆઇ હસ્મીન કાપડિયા અને ટીમ દ્વારા સંલગ્ન નોડલ ઓફિસરનો સંપર્ક કરી સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું અને તાજેતરમાં રૂ. 46 હજાર રિફંડ અપાવવામાં સફળતા મેળવી હતી. પીએસઆઇ હસ્મીન કાપડિયાએ જણાવ્યું કે ઓએલએક્સ ફેસબુક પેજ જેવા માધ્યમો ઉપર ઇન્ડિયન આર્મી ફોર્સ ના નામે બોગસ જાહેરાતો કરી છેતરપિંડી આચરાઇ રહી છે ત્યારે નાણાકીય વ્યવહાર કરતાં અગાઉ સામેવાળી વ્યક્તિને રૂબરૂ મળવાનો આગ્રહ રાખવો જોઈએ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.