સાબરકાંઠા:ઈડરમાં અરવિંદ ત્રિવેદી કોરોના સામે લોકોને તન અને મનથી દૂર રહેવા સલાહ આપી

સાબરકાંઠા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામાયણ સિરિયલને ફરી દૂરદર્શન પર શરૂ કરાતા લંકેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

ઈડર: કોરોના વાઈરસે દુનિયાભરમાં કાળો કહેર વર્તાવ્યો છે. ત્યારે રાજ્ય અને દેશમાં કોરોના વાઈરસને રોકવા માટે લોકડાઉન જારી કરી દેવાયું છે. દરમિયાન સરકારી ટીવી ચેનલ દૂરદર્શન નેશનલ પર રામાયણ જેવી સિરિયલોનું પ્રસારણ શરૂ કરાયું છે. ત્યારે આ સિરિયલમાં લંકેશનું પાત્ર ભજવનાર અને ઈડરના પીઠ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ કોરોના સામે લોકોને લડવા માટે તન અને મનથી કોરોનાથી દૂર રહો તેવી સલાહ આપી છે. કોરોનાને ભગાડવો હોય તો તેનાથી પ્રભાવિત લોકોના સંપર્કમાં ન આવવા માટે કહ્યું છે. સાથે જ રામાયણ સિરિયલને ફરી દૂરદર્શન પર શરૂ કરાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
28મીથી દૂરદર્શન પર રામાયણ
ગઈ 28મી માર્ચથી દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલ પર સવારે અને રાત્રે એમ બે સમયે રામાયણનું પ્રસારણ કરાય છે. ત્યારે પ્રથમ એપિસોડ જોઈને અરવિંદ ત્રિવેદી ભાવુક થયા હતા અને તેમણે ફરીથી ટીવી ચેનલ પર રામાયણ જોવા મળતા હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...