તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સંજરનગરમાં પોલીસ પર હુમલાની ઘટનામાં કલેકટરને આવેદન અપાયું

હિંમતનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હુમલામાં છૂટા પડાવવા આવેલા નિર્દોષોને પાસા ન થાય તેવી માંગ

હિંમતનગરને અડીને આવેલ સંજરનગરમાં રવિવારે સાંજે બે પોલીસ કર્મીઓ ઉપર હુમલામાં 9 સામે રૂરલ પોલીસે ગુનો નોંધ્યા બાદ બુધવારે કલેકટરને આવેદન આપી હુમલો કરનારાને સજા થાય તો વાંધો નહીં પરંતુ નિર્દોષોને પાસા ન થાય તે માટે તપાસ કરી યોગ્ય કરવા માંગ કરાઇ હતી. સમગ્ર પ્રકરણની ટૂંકમા વિગત એવી છે કે ગત ત.10/05/20ના રોજ સાંજે સાતેક વાગ્યાના સુમારે વસીમ જાવેદની મસ્જિદ આગળ ઈરફાન ઉર્ફે કુંદન ફકીર મહંમદ શેખ નામનો શખ્સ તડબૂચ ભરેલું પીકપ ડાલુ ઉભુ રાખી ટોળુ કર્યું હોવા અંગે કોઈકે રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ કર્મી રાકેશકુમાર પરમાર અને મહેશભાઈ સ્થળ પર જતાં તેમની સાથે બોલચાલી કરી ફોન કરીને અન્ય લોકોને બોલાવી છૂટા પથ્થરો મારી હુમલો કર્યો હતો અને મહેશભાઈની લાકડી ઝૂંટવી તેમનું માથું ફોડી નાખ્યું હતું ઘટનાને પગલે રૂરલ પોલીસે હુડદંગીઓને શોધી કાઢી 9 જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે સંજરનગર, પરબડા, પાણપુર પાટીયા અને સગવઢ વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં બુધવારે કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી કે પરબડા વિસ્તારના નિર્દોષ લોકોને રાત્રે રહેઠાણોમાં તોડફોડ કરી માર માર્યો હતો જેને યોગ્ય તપાસ કરી સાચો આરોપી તેના વિરુદ્ધ કાર્યવાહી કરે તથા જે લોકો નિર્દોષ છે તેમની વિરૂધ્ધ પાસા નો ઉપયોગ ન થાય તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો