તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સાબરકાંઠા જિલ્લામાંથી વધુ 1556 શ્રમિકોને ઉત્તરપ્રદેશ જવા રવાના કરાયા

હિંમતનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હિંમતનગરથી 53 બસ મારફતે મહેસાણા પહોંચાડ્યા, ત્યાંથી ટ્રેન મારફતે યુપી પહોંચાડાશે

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની હાલની સ્થિતિમાં શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ શરૂ કરવાનો નિર્ણય લેવાયા બાદ સાબરકાંઠા જિલ્લાના 1556 શ્રમિકોના બીજા જથ્થાને 53 બસો દ્વારા ગુરુવારે મહેસાણા મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી સાંજે સ્પેશ્યલ ટ્રેન મારફત ઉત્તરપ્રદેશ રવાના કરાયા હતા. હિંમતનગર ટાઉન હોલ ખાતેથી હિંમતનગર તાલુકાના 270 શ્રમિકો માટે સ્પેશ્યલ 11 બસોની સુવિધા કરાઇહતી. અન્ય તાલુકાઓમાંથી 1286 શ્રમિકોને 42 બસો દ્વારા મહેસાણા રેલ્વે સ્ટેશન મોકલી આપવામાં આવ્યા હતા.શ્રમિકોને પાણીની બોટલ અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ હતી. બસમાં મહેસાણાથી આ શ્રમિકોને સ્પેશયલ ટ્રેન દ્વારા ઉત્તરપ્રદેશના ત્રણ સેન્ટર સુધી પહોંચડાશે જેમાં પહેલું સ્ટોપેજ ઇટાવા ત્યારબાદ લખનૌ અને છેલ્લું સ્ટોપેજ બલીયા છે જ્યાંથી તેઓ પોત-પોતાના વતન સુધી જઈ શકશે. તંત્ર દ્વારા મળતી માહિતી અનુસાર યુપીના હવે 554 શ્રમિકો બાકી રહ્યા છે તથા બિહારના 1596 શ્રમિકોને વતન મોકલવા દરખાસ્ત તૈયાર કરી મોકલી અપાઈ છે અને ટ્રેનની વ્યવસ્થાની રાહ જોવાઇ રહી છે. જ્યાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ પાલિકા પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠીયા અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. બસો રવાના કરાઈ ત્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ  ચાવડાએ લીલી ઝંડી આપી બસોને મહેસાણા જવા રવાના કરી હતી.જ્યાં ટીડીઓ અક્ષયસિંહ રાજપુત,તાલુકા પંચાયત સદસ્ય રવીન્દ્રસિંહ ચાવડા, કરણીસેનાના ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત ,ઝહીરાબાદ સરપંચ સફીભાઈ  મેમણ,માલિવડા ડે. સરપંચ સલીમભાઈ કણીયા, સવગઢ સરપંચ સાજીદભાઈ રેવાસીયા ,તલાટી મિતરાજસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો