તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારે 565 એસટીના પૈડા થંભી જશે, 2800 ટ્રીપો બંધ

હિંમતનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

હિંમતનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મોડી સાંજે 22 માર્ચે સવારથી જનતા કરફ્યુ રાખવાનું આહવાન કર્યા બાદ હિંમતનગર ડિવિઝનની 565 એસટી બસના પૈડાને બ્રેક લાગી જતાં જનજીવન પણ થંભી જનાર છે. વડાપ્રધાનના આહવાનને ચોમેરથી સહકાર મળવાની ધારણાં છે. 

સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ન ચલાવવાનો નિર્ણય
હિંમતનગર ડિવિઝનના ડી.સી.ગજેન્દ્રભાઇ ગોસ્વામીએ જણાવ્યુ કે ડિવિઝનની 565 એસટી બસની 2800 જેટલી ટ્રીપો સવારે 7 કલાકથી રાત્રે 9 વાગ્યા સુધી ન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. બહાર ગામ અવર જવર કરતા નાગરિકોએ શનિવારે સાંજે વેળાસર વતનમાં પહોંચી જવાની તકેદારી રાખવી પડશે. રવિવારે એસટી બસ ન ચલાવાને કારણે જનજીવન પણ થંભી જશે તેમ કહેવામાં સ્હેજેય અતિશયોક્તિ નથી અને લોકોને આવનાર સમયની અત્યારથી જ પ્રેક્ટીસ મળશે તેવુ મનાઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...