તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:હિંમતનગરમાંથી 2 દર્દીઓએ કોરોનાને હરાવતાં રજા અપાઇ

હિંમતનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સાંપડ અને ઇડરની બે મહિલાઓને ગુરુવારે સારવારને અંતે રજા અપાઇ હતી તબીબો અને પેરામેડિકલ સ્ટાફે તાળીઓના ગડગડાટથી તેમની હિંમત વધારી અભિનંદન આપ્યા હતા.   પ્રાંતિજ તાલુકાના સાંપડ ગામના કોરોના પોઝિટિવ યુવકની પત્ની તેજલબેન લાલાભાઇ રાવળ ઉ.વ. 32 અને ઇડરના આશાબેન જયંતિભાઈ આદિવાસી ઉ.વ.30 નું તા.05-05-20 ના રોજ સેમ્પલ લેવાયા બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા બંનેને હિંમતનગર સિવિલમાં એડમિટ કરી સારવાર શરૂ કરાઇ હતી. આર.એમ.ઓ. ડૉ. એન. એમ. શાહે જણાવ્યું કે છેલ્લા ચાર દિવસથી બંનેને કોઇ પણ પ્રકારના લક્ષણો ન જણાતાં તા.14-05-20 ના રોજ સાંજે ચાર ટ્રીપલ લેયર માસ્ક, સેનેટાઈઝર બોટલ આપી ઘેર પહોંચી પોતાને કેવી રીતે હોમ ક્વોરન્ટાઇન કરવા અને પડોશી તથા પરિવારજનો સાથે કેવી રીતે વર્તવું તેની સમજ પણ આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો