હારિજ તાલુકાની રાહતની દુકાનોમાં ઘઉંનો જથ્થો ખૂટ્યો

કોરોના ઇફેક્ટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લોકડાઉનના પગલે હારિજ પંથકમાં સસ્તા અનાજની દૂકાનોમાં હારત દરના ઘઉનો જથ્થો ખુટી પડ્યો છે.

હારિજ: લોકડાઉનના પગલે હારિજ પંથકમાં સસ્તા અનાજની દૂકાનોમાં હારત દરના ઘઉનો જથ્થો ખુટી પડ્યો છે. વાહન વ્યવહાર બંધ હોવા તેમજ આગળથી જથ્થો આવ્યો નથી. હારિજ તાલુકામાં આવેલી રાહતની દુકાનો ચાલુ માસનો ઘઉંનો જથ્થો આગળથી નહીં આવતાં વિતરણ બાકી રહી ગયુ હતુ. હારીજ તાલુકામા રાહતની દુકાનો કુલ 46 આવેલી છે જેમા દર માસે 341 મેટ્રીક ટન ઘઉં જોઇએ છે. જેની સામે ચાલુ માસે ઘઉં આગળથી નહીં આવતાં 34 દુકાનોને વિતરણ થઈ શક્યું હતુ. બાકીની 12 દુકાનોને વિતરણ બાકી રહી ગયુ હતુ.જે કાલે આવી જશે હોવાનું ગોડાઉન દ્રારા જાણવામાં મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...