તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટનાના ચાર દિવસ છતાં પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર

ધનસુરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધનસુરાના કોલવડાના ખેડૂતની આત્મહત્યાનો મામલો

ધનસુરાઃ મોડાસાના ફાયનાન્સરને આપેલા રૂ. 72લાખ પરત ન આપતાં ધનસુરાના કોલવડાના ખેડૂતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જે ઘટનાને ચાર દિવસ થવા છતાં પણ દેવાયત ફાઇનાન્સના મેહુલ જોષી સહિતના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર રહેતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.

ખેડૂતે સ્યુસાઈડ નોટ લખી , ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
કોલવડાના ખેડૂત રાજેન્દ્રભાઈ ઉર્ફે લાલાભાઈ મગનભાઈ પટેલે પોતાની વેચેલ જમીનના અને કે.સી.સી ધિરાણના રૂ. 42 લાખ રોકડા મોડાસાના દેવાયત ફાઇનાન્સરના માલિક મેહુલ જોષીને અન્ય બે શખ્સોના કહેવાથી ઉછીના આપેલ રોકડા રૂ .42 લાખ અને વ્યાજ સહિતના રૂ. 72 લાખ પરત ના આપતા કોલવડાના ખેડૂતે સ્યુસાઈડ નોટ લખી પોતાના ખેતરમાં જઈ ઝેઝીના વૃક્ષ સાથે દોરડાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સંદર્ભે તેમના ભાઈએ દેવાયત ફાયનાન્સના મેહુલ જોષી સહિતના અન્ય બે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાના ચાર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસને હાથ ન લાગતાં ધનસુરા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...