તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ધાનેરાના વેપારીનું ફેસબુક હેક કરી મામાને કોરોના થયો છે કહી રૂ. 50 હજાર પડાવ્યા

ધાનેરા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હેકરે પૈસાની જરૂર હોવાનો મેસેજ છોડતાં જ સબંધીએ રૂ.50 હજાર મોકલ્યા, ફોન કરતાં છેતરાયાની જાણ થઈ

ધાનેરાના વેપારીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી હેકરે મિત્રોને પૈસાની જરૂર હોવાનો મેસેજ છોડતાં એક મિત્રએ પૈસાની મદદ કરવાનું કહેતા હેકરે એક ફોન પે નંબર આપીને 50 હજાર રૂપિયા મંગાવી દીધા હતા.  ધાનેરામાં નાસ્તા તેમજ હોટલ ચલાવતા કૈલાશભાઇ બધેલના ફેસબુકના મેસેન્જર ઉપરથી ત્રણ-ચાર મિત્રોને મેસેજ આવ્યો કે મારે રૂપિયાની ઇમરજન્સી જરૂર છે અને મારા મામાને કોરોના થયો હોવાથી હોસ્પિટલમાં ભરતી છે. તો મને રૂપિયા કરી આપો તેવો મેસેજ આવતા બે ત્રણ લોકોએ ના પાડી હતી. પરંતુ એક મિત્ર દિનેશભાઇ ભીમાણીએ તેમને રીપ્લે આપ્યો કે કેટલા જોઇએ છે ત્યારે 30 હજારની માંગણી કરતાં હા પાડી 30 હજાર ટ્રાન્સફર કર્યા હતા.જેથી આ હેકર દ્વારા ફરી મેસેજ કરેલ કે બીજા 20 હજાર નખાવો તો તેઓએ ફરી 20 હજાર નંખાવ્યા હતા અને નંખાવ્યા પછી કૈલાશભાઇ બધેલને ટેલિફોન કરેલ કે તમને 50 હજાર મળી ગયા છે. ત્યારે કૈલાશભાઇએ જણાવ્યું કે કેવા રૂપિયા અને મેં ક્યારે માંગ્યા છે.તેમ કહેતાં  હેકર સામે દિનેશભાઇ એ ફરિયાદનોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો