તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ધાનેરાના વેપારીનું ફેસબુક હેક કરી મામાને કોરોના થયો છે કહી 50 હજાર પડાવી લીધા

ધાનેરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હેકરે ફેસબુક મિત્રોને પૈસાની જરૂર હોવાનો મેસેજ છોડતાં એક સબંધીએ વિશ્વાસમાં આવી રૂ.50 હજાર મોકલ્યા, ફોન કરતાં છેતરાયાની જાણ થઈ

ધાનેરાના વેપારીનું ફેસબુક એકાઉન્ટ હેક કરી હેકરે મિત્રોને પૈસાની જરૂર હોવાનો મેસેજ છોડતાં એક મિત્રએ પૈસાની મદદ કરવાનું કહેતા હેકરે એક ફોન પે નંબર આપીને 50 હજાર રૂપિયા મંગાવી દીધા હતા. આમ વેપારીનો મિત્રો છેતરાયો હોવાનું માલૂમ થતાં ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. ધાનેરા સ્ટેટ બેંકવાળી ગલીમાં રહેતા અને શ્રીરામ શોપિંગ સેન્ટરમાં નાસ્તા તેમજ હોટલ ચલાવતા કૈલાશભાઇ બધેલના ફેસબુકના મેસેન્જર ઉપરથી તેમના ત્રણ-ચાર મિત્રોને મેસેજ આવ્યો કે મારે રૂપિયાની ઇમરજન્સી જરૂર છે અને મારા મામાને કોરોના થયો હોવાથી હોસ્પિટલમાં ભરતી છે. માટે મારી પાસે રૂપિયા પુરા થઇ ગયા છે તો મને રૂપિયા કરી આપો તેવો ફેસબુક મેસેન્જર ઉપર મેસેજ આવતા બે ત્રણ લોકોએ તો તેમની પાસે રૂપિયા ન હોવાથી ના પાડી હતી. પરંતુ તેમના એક મિત્ર દિનેશભાઇ ભીમાણીએ તેમને રીપ્લે આપ્યો કે કેટલા જોઇએ છે ત્યારે 30 હજારની માંગણી કરતાં હા પાડી હતી. જેથી આ હેકરે એક ફોન પે નંબર આપીને આ રૂપિયા જમા કરાવવા માટે જણાવતા દિનેશભાઇ ભીમાણીએ કૈલાશભાઇ બધેલને મોબાઇલ ઉપર ફોન કર્યા સિવાય 30 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જેથી આ હેકર દ્વારા ફરી મેસેજ કરેલ કે બીજા 20 હજાર નંખાવો તો તેઓએ ફરી 20 હજાર નંખાવ્યા હતા અને નંખાવ્યા પછી કૈલાશભાઇ બધેલને ટેલિફોન કરેલ કે તમને 50 હજાર મળી ગયા છે. ત્યારે કૈલાશભાઇએ જણાવ્યું હતું કે કેવા રૂપિયા અને મેં ક્યારે માંગ્યા છે. ત્યારે તેઓએ જે ફોન-પે નંબર હતો તે ઉપર ચેક કરતાં તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થતાં ધાનેરા પોલીસ મથકે ફેસબુક એકાઉન્ટ હેકર સામે દિનેશભાઇ પ્રહલાદભાઇ ભીમાણીએ ફરીયાદનોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો