તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દિયોદર ઇલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતાં સામાન બળી ખાક

દિયોદર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

દિયોદર રેલવે સ્ટેશન રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં ઇલેકટ્રોનિકની દુકાનમાં મંગળવારે મોડી રાત્રે આગ લાગી હતી. જ્યારે બુધવારે સવારે વેપારીએ આવી દુકાન ખોલતાં દુકાન આગમાં લપેટાઇ હતી. જ્યારે દુકાનના શટર પાસેથી જલદ પ્રવાહી ભરવાનું કેન મળી આવતાં વેપારીઓને કોઇએ અંગત અદાવતે આગ લગાડી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. દિયોદર રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા માધવ પ્લાઝા કોમ્પલેક્ષમાં ઉપરના માળે આવેલી વિહત ઈલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં વેપારી બુધવારે સવારે દુકાન પર જતા દુકાન આગમાં લપેટાઇ હાલતમાં જોવા મળતા ચોંકી ઉઠ્યા હતા. ત્યારે દુકાનના શટર પાસેથી જલદ પ્રવાહી ભરવાનું કેન મળી આવતા આ અંગે દુકાનના વેપારી દ્વારા કોઇ શખ્સ દ્વારા અંગત અદાવતે દુકાને આગ લગાડી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. ત્યારે ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાં ફ્રીજ, એસી વગેરે વીજ ઉપકરણો આ આગમાં લપેટાઇને ખાખ થઇ ગયા હતા. આ અંગે દુકાન માલિક મયંકગિરી ગોસ્વામીએ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો