તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદામાલ:ડીસા નજીકથી રોયલ્ટી ચોરી કરતાં ત્રણ ડમ્પરો ઝડપાયા,માલિકોને રૂ.5 લાખનો દંડ ફટકાર્યો

ડીસા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાણ અને ખનિજ વિભાગે રૂ.1.20 કરોડનો મુદામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા જિલ્લાના ખાણ અને ખનીજ વિભાગ દ્વારા મંગળવારે વહેલે પરોઢીયે  ચેકીંગ હાથ ધરી ડીસા પાસેથી રોયલ્ટી ચોરી કરતાં ત્રણ ડમ્પર સહિત રૂ.1.20 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ડમ્પર માલિકોને રૂ.5 લાખનો દંડ ફટકાર્યો હતો.જેને લઈ રેતી ચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે. મંગળવારે વહેલી સવારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર શક્તિદાન ગઢવી અને મેહુલ દવેએ ડીસા હાઇવે પર તપાસ હાથ  ધરી હતી.જેમાં નેશનલ હાઇવે પરથી રેતી ભરેલા ત્રણ ડમ્પરોની તલાસી લેતા રોયલ્ટી ચુકવ્યા વગર નીકળ્યા હોવાનું જણાયું હતું.જેથી ખનીજની ચોરી કરી લઈ જતા હોવાનું માલુમ પડતા ભૂસ્તર વિભાગે રેતી ભરેલા ત્રણ ડમ્પર સહિત રૂ 1.20 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેમજ ડમ્પર માલિકોને રૂ.5 લાખનો દંડ ફટકાર્યો હતો. જેને લઈ ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો