તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક ઘટી:ગૌશાળા-પાંજરાપોળના પશુઓ માટે સહાય આપવા સીએમને રજૂઆત

ડીસા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉનના લીધે ગૌશાળામાં દાનની આવક ઘટી

ડીસા સહિત ગુજરાતભરમાં આવેલી ગૌશાળા-પાંજરાપોળમાં ચાર લાખથી વધુ અબોલ પશુઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે. ત્યારે લોકડાઉનની પરીસ્થિતિમાં દાનની આવક બંધ થઇ જતાં ડીસા-રાજપુર પાંજરાપોળના સંચાલક દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી સહાય જાહેર કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.  પાંજરાપોળ અને ગૌશાળામાં ચાર લાખથી વધુ અબોલ પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. પરંતુ કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરીસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને દાનવીરો માનવીય સેવા તરફ આગળ વધતા દાનની આવક સતત ઘટીને બંધ થઇ જવા પામી છે. જેથી અબોલ જીવોનો નિભાવ કરવો મુશ્કેલ બની રહ્યો છે. આથી રાજપુર-ડીસા પાંજરાપોળના સંચાલક ભરત કોઠારીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં ચાર લાખથી વધુ પશુઓનો ગૌશાળા પાજરાપોળમાં નિભાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં લોકડાઉનને લીધે દાનની આવક ઘટી રહી છે. જેથી સરકારે અબોલ પશુઓની વ્હારે આવી પ્રત્યેક પશુ દીઠ રૂપિયા 50 સહાય જાહેર કરવા માંગ કરી છે.’ 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો