બનાસકાંઠા / આરમેનિયામાં MBBSનો ભણતી ડીસાની યુવતીનું લાંબી બીમારી બાદ નિધન, એર એમ્બ્યુલન્સમાં લાવવા પરિવાર સંઘર્ષ કરતો હતો

MBBS student of deesa Death in Armenia after long illness of encephalomeningitis
X
MBBS student of deesa Death in Armenia after long illness of encephalomeningitis

  • આરમેનિયામાં ભૂમિ ચૌધરી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરીમાં  MBBSનો અભ્યાસ કરતી હતી
  • ભૂમિને મગજના સોઝાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને ICUમાં હતી
  • PMથી લઈ CM પાસે ટ્વિટર પર મદદ માટે વિનંતી કરાઈ હતી

દિવ્ય ભાસ્કર

May 15, 2020, 05:32 PM IST

પાલનપુર. એન્સેફાલોમનઝાઈટીસ (મગજનો સોઝો)થી પીડીત ડીસાની આરમેનિયામાં MBBSનો અભ્યાસ કરતી ભૂમિ ચૌધરીનું નિધન થયું છે. તે છેલ્લા 21 દિવસથી આઈસીયુમાં હતું. અને છેલ્લા ચાર દિવસથી તેની સ્થિતિ અત્યંત નાજુક હતું. ત્યાંના ડોક્ટરોએ તેને એર એમ્યુલન્સમાં ભારત ખસેડવા સલાહ આપી હતી. જો કે કોરોનાના કારણે ગંભીર હાલતમાં તેને અહીં લાવવામાં મુશ્કેલી પડી હતી અને કોઈ પાઈલોટ તૈયાર થઈ રહ્યો ન હતો. પરિવાર પરત લાવવા સંઘર્ષ કરતો હતો અને આ મામલે વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રી સુધીનાને ટ્વિટર પર વિનંતી કરાઈ હતી. જો કે,  મદદ મળે એ પહેલા જ ભૂમિએ દુનિયાને અલવિદા કરી દીધું હતું.
ચારેક દિવસથી ભૂમિની સ્થિતિ અત્યંત નાજુક હતી
યુરોપિયન દેશ આરમેનિયામાં ભૂમિ ચૌધરી બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરીમાં  MBBSનો અભ્યાસ કરતી હતી. જો કે, તેને એન્સેફાલોમનઝાઈટીસ એટલે કે મગજના સોઝાના કારણે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે છેલ્લા 21 દિવસથી આઈસીયુમાં હતી. જો કે તેની સ્થિતિ છેલ્લા ચારેક દિવસથી બહુ જ ખરાબ હતી. તે જિંદગી અને મોત વચ્ચે છેલ્લા ઝોલા ખાતી હતી. દરમિયાન ત્યાંના ડોક્ટરોએ પણ તેને એર એમ્બ્યુલન્સમાં ભારત લઈ જવા માટે જણાવી દીધું હતું. જો કે કોરોના મહામારીને કારણે તેને પરત લાવવામાં અગવડતા પડી રહી હતી.
અંગો કામ કરતા બંધ થઈ ગયા
એન્સેફાલોમનઝાઈટીસ (મગજના સોઝા)ના કારણે ભૂમિના મસ્તિષ્કને નુકસાન થયું હતું. મગજ ટ્રંક મૃત, ફેફસાંને નુકસાન (ન્યૂમોનિયા) તેમજ કિડનીમાં નુકસાન થયું હતું. તેના હૃદયના ધબકારામાં ઉતારચઢાવના કારણે તે બેભાન થઈ ગઈ હતી અને શરીરના અંગો કામ કરતા બંધ થયા હતા.
ભારત લાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા
ડીસાથી આરમેનિયામાં MBBSનો અભ્યાસ કરવા ગયેલી ભૂમિની બીમારીને કારણે સ્થિતિ અત્યંત બગડી હતી. ત્યાં ડોક્ટરોએ તેને વતન પરત લઈ જવા માટે કહી દીધું હતું. ત્યાં તેના 5 મિત્રો તેને મદદ કરી રહ્યા હતા પરંતુ તે પૂરતી ન  હતી. તેથી ટ્વિટરના માધ્યમથી મદદ માંગવામાં આવી હતી અને તેને ભારતમાં પરત લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ જયશંકર, મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરમેનિયાની સરકાર, શંકર ચૌધરી સહિતનાની મદદ મંગાઈ હતી. આ ઉપરાંત એર એમ્બ્યુલન્સમાં ભારતમાં લાવવાનો ખર્ચ રૂ 60 લાખ જેટલો થતો હોવાથી ક્રાઉડ ફંડીગ સાઈટ કેટો પર ભંડોળ એકઠું કરવાનો પ્રયાસ કરાયો હતો. જો કે ત્યાં માત્ર રૂ. 20,564 જ એકઠા થયા હતા. આ ઉપરાંત ભૂમિના સંબંધીઓના બેંક એકાઉન્ટમાં સીધા નાણા જમા કરાવવા માટે બેંક ડિટેઈલ આપવામાં આવી હતી. તેમાં કેટલા લોકોએ દાન આપ્યું એ જાણી શકાયું નથી પરંતુ મદદ માટે લોકો સમક્ષ હાથ લંબાવાયા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી