તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:ડીસાથી 467 પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ જવા રવાના

ડીસા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના બનારસ સહિત અન્ય જીલ્લાઓમાંથી અનેક લોકો રોજીરોટી માટે ગુજરાતના બનાસકાંઠામાં વસવાટ કરે છે. ત્યારે ડીસામાં શેરડીના કોલા, પકોડી તેમજ રંગરોગાનનું કામ કરતાં અનેક પરીવાર લોકડાઉનના લીધે બેરોજગાર બન્યા છે. ત્યારે છેલ્લા દોઢેક માસથી ઘરમાં પુરાઇ રહેલા ડીસાના 400 થી વધુ લોકોએ વતનમાં જવા માટે ઓનલાઇન નોંધણી કરાવી હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ટ્રેન રદ થતાં ઉત્તરપ્રદેશવાસીઓમાં નિરાશા વ્યાપી ગઇ હતી. જ્યારે બુધવારે ઉત્તર પ્રદેશ જવા ટ્રેન કન્ફર્મ થતાં ડીસા મામલતદાર એ.જે.પારઘીએ 467 પ્રવાસીઓને ફુડ પેકેટ અને પીવાના પાણી સાથે 15 બસ દ્વારા પાલનપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચતા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો