તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:દાંતીવાડા જળાશયમાંથી બનાસ નદીમાં પાણી છોડવા માંગ

ડીસા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડીસાના ધારાસભ્યે ગાંધીનગર સિંચાઇ વિભાગમાં રજૂઆત કરી

દાંતીવાડા જળાશય (ડેમ) માંથી હાલમાં નહેર મારફતે દૈનિક 500 કયુસેકથી વધુ પાણી બહાર નીકાળવામાં આવી રહ્યું છે. જો કે ડીસાના ધારાસભ્યે નહેરમાં જતું પાણી બંધ કરી બનાસ નદીમાં વહેતું કરવા માંગ કરી છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય (ડેમ) ની કેપીસીટી604 ફુટ છે. પરંતુ ગત વર્ષે અપૂરતા વરસાદના કારણે જળાશય સંપૂર્ણ ભરાયો ન હતો. જો કે રવિ સિઝનમાં સિંચાઇ માટે પાણી આપ્યા બાદ હાલમાં ડેમની સપાટી 540 ફુટ છે. ત્યારે દાંતીવાડા ડેમના દરવાજા રીપેર કરવાના હોઇ હાલમાં છેલ્લા બે દિવસથી નહેર મારફતે દૈનિક 500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આથી ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા દાંતીવાડા ડેમમાંથી નહેરમાં નંદાઈ રહેલ પાણીને બંધ કરી બનાસ નદીમાં વહેતું કરવા ગાંધીનગર ખાતે સિંચાઇ વિભાગમાં રજૂઆત કરી છે. ધારાસભ્યે જણાવ્યું કે, ‘ડીસા પંથકમાં પાણીના તળ ઉંડા જઇ રહ્યાં છે. જેથી દાંતીવાડા ડેમનું નહેરમાં જતું પાણી ટુંક જ સમયમાં બંધ કરી બનાસ નદીમાં વહેતું કરવાથી પાણીના તળ ઉંચા આવવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો