તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધારો:ડીસા માર્કેટયાર્ડ તમાકુની આવકથી ઊભરાયું ત્રણ દિવસમાં 36 હજાર બોરી આવક થઈ

ડીસા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતોને પ્રતિ મણ તમાકુનો ભાવ રૂ. 800 થી 1311 મળ્યો

ડીસા માર્કેટયાર્ડમાં નવી તમાકુની આવક શરૂ થઇ ગઇ છે. છેલ્લા ત્રણ દિવસમાં ડીસામાં 36 હજાર ઉપરાંત બોરીની આવક નોંધાઇ છે. જ્યારે બુધવારે પ્રતિમણ તમાકુનો ભાવ 800 થી 1311 નોંધાયો હતો. ડીસા તેમજ તેના આસપાસના વિસ્તારમાં તમાકુનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. જેથી ડીસામાં સોમવારથી તમાકુની હરાજીનો શુભારંભ થયો છે. જેમાં સોમવારે પ્રતિ મણ તમાકુના 850 થી 1225 (આવક 5241 બોરી), મંગળવારે 820 થી 1251 (આવક 15201 બોરી) અને બુધવારે 800 થી 1311 (આવક 16266 બોરી) નોંધાઇ હતી. આમ છેલ્લા ત્રણ દિવસમાં તમાકુની 36 હજાર ઉપરાંત બોરીની આવક નોંધાતા ડીસા માર્કેટયાર્ડ તમાકુની આવકથી ઉભરાયું છે. આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતોને તમાકુનો પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તમાકુની જાહેર હરાજી કરવામાં આવે છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો