તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકાસણી:ડીસામાં હેલ્થ કાર્ડ મેળવવા વેપારીઓની ભીડ

ડીસા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડીસામાં લોકડાઉન દરમિયાન દોઢ મહિનાથી બંધ પડેલી દુકાનો ખોલવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.જેમાં આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ કરતા વેપારીઓના આરોગ્યની ચકાસણી કરી હેલ્થ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. ડીસામાં કરિયાણા સહિત આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને  પાલિકા અને તાલુકા હેલ્થ વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.પાલિકામાં નોંધાયેલ તેમજ હેલ્થ કાર્ડ ધરાવતા વ્યાપારીઓને દુકાન ખોલવાની મંજૂરી આપવાની હોઇ શહેરમાં છેલ્લા બે દિવસથી મામલતદાર કચેરી ખાતે વેપારીઓ અને ગુમાસ્તાઓ હેલ્થ કાર્ડ કઢાવવા માટે ઉમટી પડ્યા છે.મામલતદાર કચેરી ખાતે આરોગ્ય ચકાસણી કર્યા બાદ પાલિકામાં નોધણી કરવામાં આવી રહી છે.વહેલી સવારથી જ કચેરી ખાતે વ્યાપારીઓ તેમજ ગુમાસ્તા ઉમટી પડતા થોડા સમય માટે સોશ્યલ ડીસ્ટન્સનો સરેઆમ ભંગ જોવા મળ્યો હતો.જેથી નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા અને ડીસા શહેર ઉત્તર પીઆઇ જે.વાય.ચૌહાણ દ્વારા ઘટના સ્થળે દોડી આવી સોશિયલ ડીસ્ટન્સ નો અમલ કરાવવામાં આવ્યો હતો.આ અંગે ડીસા પાલિકાના મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે આવશ્યક ચીજ વસ્તુનું વેચાણ કરતાં વેપારીઓ તેમજ ગુમાસ્તાઓના આરોગ્યની ચકાસણી કરીને હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો