તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંચાઈ વિભાગ:દાંતીવાડા ડેમ ખાલી થવાની કગાર પર છતાં કેનાલમાં પાણી છોડાયું

દાંતીવાડા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગેટ રિપેર કરવા ડેમમાંથી 11 ફૂટ પાણી વહાવી દેવાશે

દાંતીવાડા ડેમના એચ.આર ગેટની સમારકામ કામગીરી કરવાની બાકી હોય તેની કામગીરી કરવા ડેમમાંથી પાણીનું લેવલ ઓછું કરી 531 ફૂટ કરવામાં આવી રહ્યું છે.ડેમનુ પાણી 11 ફૂટ જેટલુ કેનાલમા વહાવી દેવા મામલે ખેડૂતોમાં રોષ છે. જિલ્લાના ખેડૂતોના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ હાલમાં ખાલી થવાના આરે છે.ત્યારે ડેમની સપાટી 542 ફૂટ પર છે.જે સપાટીનું લેવલ ઓછું કરવા માટે ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે.જેના લીધે ચાલુ ઉનાળામાં પાણીની મોટી સમસ્યા ઊભી થાય તેવા સંજોગ ઉભા થયા છે.દાંતીવાડા ડેમ સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા જાણવા મળી માહિતી મુજબ ડેમના એચ.આર ગેટની સમારકામ કામગીરી કરવાની બાકી હોય તેની કામગીરી કરવા ડેમમાંથી પાણીનું લેવલ ઓછું કરી 531 ફૂટ કરવામાં આવશે.હાલમાં તો દાંતીવાડા ડેમની સપાટી 542 છે.પરંતુ જ્યારે આ સપાટી 531 ફૂટે પહોંચતાની સાથે આજુબાજુના 50 ગામના ખેડૂતોના બોર-કુવાના પાણીના તળ સુકાઈ જવાની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે.ખેડૂત આગેવાન નાગજીભાઈ માળીએ જણાવ્યું હતું કે "ડેમમાં પાણી ભરાઈ રહે તો 50 કરતા વધારે ગામોના ખેડૂતોને સીધો ફાયદો થાય છે. પરંતુ ગયા વર્ષ વરસાદ ઓછો થવાથી ડેમમાં પાણી ની આવક ઓછી થઈ હતી.અને ડેમ પણ ખાલી રહ્યો હતો.ડેમમાં જે પાણી બચ્યું છે તે પાણીથી હાલમાં ખેડૂતોના ખેતરોમાં પાણીના તળ થોડા ઘણા ટકી રહ્યા છે.અને જો કેનાલમાં પાણી છોડી લેવલ 531 ફૂટ કરવામાં આવશે.તો ખેડૂતો માટે કપરો સમય આવશે અને પશુઓનો નિર્વાહ કરવો પણ મુશ્કેલ બનશે પીવાના પાણીની અછતના મુદ્દે કેટલાય ગામડાઓ પ્રભાવિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો