તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના આઈસોલેશન વોર્ડમાં ચાણસ્મા ના આધેડ અને ભીલવણના વયસ્ક મહિલા દર્દીની સારવાર કરી તેમને સાજા કરવા બહુજ મહેનત કરવી પડી હતી. તેઓ બિલકુલ દુરસ્ત થતાં તેમને રજા આપી ત્યારે તે સમયે અમને તમામ સ્ટાફને સંતોષ હતો. કેમકે કોરોના રિપોર્ટ થયો એટલે ટેન્શનમાં હતા.પરિવારથી એટલા રહેવાનું હોય પણ માનસિક તણાવ હતો. અમે તેમને વારંવાર મળતા. ઘરે વીડિયો કોલથી વાત કરાવતા.તેમની હાલત ક્રિટિકલ હતી તેથી આઇસીયુમા અલગથી રખાયા હતા. કે જેથી સ્ટેબલ દર્દીઓ ડિસ્ટર્બ ન થાય.આ બંને જણ પ્રથમ કેસ લુકમાનભાઇ જેવી હાલતમાં જ હતા. તેમાંથી તેમને બચાવી શકાયા છે. ચાણસ્માના બુઝુર્ગ (70) ગત તા.23-04-2020ના રોજ ધારપુર કોરોના વોર્ડમાં દાખલ થયા હતા. દાખલ થયા તે વખતે તેઓને કોઈ બીમારી ન હોતી પણ પછી જાણવા મળ્યુ કે તેમને બીપી, ડાયાબિટીસ અને શરીરમાં લોહીનું પ્રમાણ ખૂબજ ઓછુ છે. તેઓને ચાર લોહીની બોટલ પણ ચઢાવવામાં આવી અને તેઓના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું હતુ ( Spo2 80% )બીજા દિવસે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમે એમની સારવાર ચાલુ કરી અને તેઓના એક્સ-રે સિટી સ્કેન કરાવતા જાણવા મળ્યું કે બંને ફેફસામાં ન્યૂમોનિયા હતો. ૮ થી ૧૦ દિવસની દવા કર્યા પાછી તેમની પરિસ્થિતિમાં સુધારો થયો અને તા 10-05-2020ના રોજ ધારપુર મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડથી રજા આપી. ભીલવણના મહિલા(65) 22 એપ્રિલે કોરોના વોર્ડમાં દાખલ થયા હતા. તે વખતે તેમની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. તેઓ હદય ,ડાયાબિટીસ બીપીની બીમારીથી પીડાતા હતા . ઓક્સિજનનું પ્રમાણ ઓછું હતુ ( Spo2 85% )તેથી તેઓનું કોરોના તપાસ કરાવતા તે પોઝિટિવ આવેલો. તે પછી તેમની કોરોનાની સારવાર ચાલુ કરેલી તે દરમિયાન એક્સ-રે સિટી સ્કેન કરાવતા જાણવા મળ્યું કે બંને ફેફસામાં ન્યૂમોનિયા હતો. 10થી 12 દિવસની દવા કર્યા પાછી તેમની પરિસ્થિતિમાં સુધારો થયો અને તા. 10-05-2020 ના રોજ ધારપુર મેડિકલ કોલેજના આઇસોલેશન વોર્ડમાંથી રજા આપી શકાઈ.(જનક રાવલ સાથે થયેલી વાતચીત)
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.