તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હે રામ!:બે ભૂલકાંઓની દાસ્તાન એટલી દર્દનાક છે કે તેનું શીર્ષક આપવું સંભવ નથી, ગુજરાતની બે દુઃખદ તસવીર

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
ભાભર સીએચસી ખાતે શિશુનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, શબનો કબજો લઇ પોલીસે તપાસ હાથ ધરી છે... - Divya Bhaskar
ભાભર સીએચસી ખાતે શિશુનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, શબનો કબજો લઇ પોલીસે તપાસ હાથ ધરી છે...
 • ભાભર નજીક કેનાલ રોડ પર 45 ડિગ્રીની ગરમીમાં કોઇ શિશુને આ રીતે તરછોડીને જતું રહ્યું
 • બીજી તરફ સુરતમાં સલાબતપુરામાં નિર્દયી બાપે ઊંઘ બગડતી હોવાથી 8 મહિનાની દીકરીને મોતને ઘાટ ઉતારી

આ બે ભૂલકાઓની દાસ્તાન એટલી દર્દનાક છે કે એને હેડલાઈનમાં લખવું સંભવ ન હતું. અહેવાલમાં લખવાનું સાહસ પણ ઘણી મુશ્કેલીથી ઉઠાવ્યું છે...

ઘટના- 1 | આ દૃશ્ય બનાસકાંઠાના ભાભર તાલુકાના મેરા ગામ નજીક આવેલી કેનાલના રસ્તા પરનું છે. જ્યાં સોમવારે સવારે નવજાત શિશુ મળી આવતાં રાહદારીઓ હચમચી ઊઠ્યા હતા. તુરંત ઘટનાની જાણ ભાભર પોલીસને કરવામાં આવી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે શિશુને સીધો કરીને તે જીવે છે કે મૃત્યુ પામ્યો તેની તપાસ કરી તો ખબર પડીકે તે મૃત હાલતમાં હતો. બાદમાં મૃતદેહનું ભાભર સીએચસી ખાતે પીએમ કરવામાં આવ્યુ અને બાળકને જાહેરમાં ફેંકી દેવાનું કૃત્ય આચરનાર સામે ગુનો નોંધી તપાસ કરવામાં આવી છે. સ્થાનિક પીએસઆઇ એસ એ ચૌધરીએ જણાવ્યું હતું કે આસપાસ જ્યાં જ્યાં પ્રસૂતિ કરવામાં આવી છે ત્યાં આ અંગેની તપાસ કરવામાં આવી છે. હાલમાં મોતનું પ્રાથમિક અનુમાન કરાયું નથી પરંતુ પીએમ રિપોર્ટ બાદ વધુ વિગત સામે આવશે.

8 મહિનાની દીકરી આયનની ફાઈલ તસવીર અને હત્યારો ઉવેશ હસન શેખ
8 મહિનાની દીકરી આયનની ફાઈલ તસવીર અને હત્યારો ઉવેશ હસન શેખ

નિર્દયી બાપે ઊંઘ બગડતી હોવાથી 8 મહિનાની દીકરી મારી નાખી
ઘટના- 2  |
સલાબતપુરાના રેશમવાડમાં નિર્દયી પિતાએ 8 મહિનાની ફૂલ જેવી માસૂમ દીકરીને એટલા માટે મારી નાખી કારણ કે તેના રડવાથી તેની ઊંઘ બગડતી હતી. ઊંઘમાંથી ઉઠીને બાપે દીકરીને મુક્કા મારીને ધક્કો મારતા તેનું મોત નિપજ્યું હતું. ઉવેશ હસન શેખ ઘરે જ ધોબીનું કામ કરે છે. પરિવારમાં પત્ની અમરીન અને 8 મહિનાની દીકરી આયન ઉર્ફ આયત છે. સોમવારે સવારે નવેક ઉવેશ સૂતેલો હતો. ત્યારે અચાનક આયન રડવા લાગી હતી. આયન રડવાનું બંધ કરે આથી અચાનક ઉવેશે આવેશમાં આવી દીકરીને મોતને ઘાટ ઉતારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો