ઘરપકડ:બહુચરાજીમાં રાહદારીનો મોબાઇલ ઝુંટવી ભાગેલા બે કિશોરો ઝડપાયા

બહુચરાજીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વોકિંગમાં નીકળેલા કંપનીના મેનેજરનો મોબાઇલ લૂંટાયો હતો

બહુચરાજી હાઇવે પરથી પસાર થતા રાહદારીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવીને ભાગેલા બાઇકસવાર બે આરોપીઓને સ્થાનિક પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. પકડાયેલા બંને કિશોરો હોઇ તેમને કોર્ટના આદેશ મુજબ મહેસાણા રિમાન્ડ હોમ ખાતે મોકલી અપાયા હોવાનું પીએસઆઇ એમ.જે. બારોટે જણાવ્યું હતું. બહુચરાજીની વલ્લભ રેસીડેન્સીમાં રહેતા અને મારુતિ સુઝુકી કંપનીમાં જુનિયર ઇજનેર મૂળ મહારાષ્ટ્રના પ્રલય પ્રશાંત સંગાવે શનિવારે રાત્રે 7-45 વાગે બહુચરાજીના ફીંચડી ત્રણ રસ્તાથી બેચર ગામ તરફ વોકિંગમાં નીકળ્યા હતા, ત્યારે ફીંચડી ત્રણ રસ્તાથી થોડે આગળ જતાં બે બાઇક સવારો રૂ.10 હજારનો મોબાઇલ ઝુંટવી નાસી ગયા હતા.

જે અંગે તેમણે બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આવી ઘટના જોર પકડે તે પહેલાં બહુચરાજી પોલીસ સતર્ક બની ગઇ હતી અને રવિવારે સવારે પીએસઆઇ એમ.જે. બારોટ સહિતની ટીમે બહુચરાજી બજાર અને હાઇવે પર વોચ ગોઠવી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મોબાઈલ લૂંટમાં સંડોવાયેલા દેત્રોજ તાલુકાના ડાભસર ગામે તળાવની પાળ પાસે રહેતા બે કિશોર બાઇક સાથે ઝડપાતાં પૂછપરછ કરતાં તેમણે મોબાઇલ લૂંટ કબૂલતાં બંને આરોપી 18 વર્ષથી નાના હોઇ કોર્ટના આદેશ મુજબ બાળ રિમાન્ડ હોમ મહેસાણામાં મોકલી અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...