દુવિધા:મંત્રીની જાહેરાત છતાં યાત્રાધામ બહુચરાજી અને શંખલપુરને જોડતો રસ્તો હજુ રિપેર કરાયો નથી

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીથી શંખલપુર રોડ પરની કપચી ઊખડી જતાં લોકોને હાલાકી. - Divya Bhaskar
બહુચરાજીથી શંખલપુર રોડ પરની કપચી ઊખડી જતાં લોકોને હાલાકી.
  • માર્ગ-મકાન મંત્રીની નવરાત્રિ પહેલાં તમામ રસ્તા રિપેરની જાહેરાત પોકળ

રાજ્યના માર્ગ અને મકાન મંત્રીએ નવરાત્રિ પહેલાં ચોમાસામાં ધોવાઇ ગયેલાં તમામ રસ્તા રિપેર કરી દેવાની જાહેરાત કરી હતી, પરંતુ બહુચરાજી અને શંખલપુર બે યાત્રાધામોને જોડતો ત્રણ કિમીનો મહત્વનો રસ્તો હજુ સુધી રિપેર કરાયો નથી. ખાડામાં પેચવર્ક માટે નાખેલી કપચી ઊખડી ગઇ છે અને વાહનો પસાર થતાં ઉડતાં રજકણોથી સ્થાનિક લોકો અને યાત્રિકો હેરાન થઇ રહ્યા છે.

તેમજ બુધવારે શરદપૂર્ણિમા હોય આ દિવસે આવતા પગપાળા સંઘો અને પદયાત્રિકો માટે અહીંથી પસાર થવું કંટકરૂપ બની રહેશે. બહુચરાજી અને શંખલપુર ગામે બહુચર માતાજીના પ્રાચીન મંદિરો માં રોજ અનેક શ્રદ્ધાળુઓ આવે છે. આ બંને તીર્થધામોને જોડતો ત્રણ વર્ષ પહેલાં બનાવેલા રોડનું આજે નામોનિશાન બચ્યું નથી. જે-તે સમયે કામ સાવ હલકી ગુણવત્તાનું કરાયું હોઇ તેનો ભોગ આજ આ વિસ્તારના 20થી વધુ ગામોની જનતા બની રહી છે. ગત ચોમાસામાં આખા રોડ પર પાણી ભરાઇ રહેતાં ડામોરનું નામોનિશાન મટી ગયું હતું. માર્ગ-મકાન વિભાગે મારેલા થીંગડાં બીજા વરસાદમાં ધોવાઇ જતાં તાજેતરમાં પેચવર્ક કરાયું, પરંતુ ડામર પેવર નહીં કરાતાં આજે આ રોડ પરથી પસાર થનાર યાત્રિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. માર્ગ અને મકાન વિભાગ આ રોડ વહેલી તકે પેવર કરે તેવી માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...