તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદ મોત:ગણપતપુરાના ગુમ યુવાનની લાશ મોઢેરા કેનાલમાંથી મળી

બહુચરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે એપની મદદથી મૃતકના પરિવારનો સંપર્ક કર્યો

વિસનગરના ગણપતપુરામાં રહેતા અને વીમા કંપનીના એજન્ટ તરીકે કામ કરતા 30 વર્ષીય અજિતકુમાર રામભાઈ પટેલ ગત ગુરુવારના રોજ ઘેરથી રોજિંદા સમય પ્રમાણે પોતાનું બાઇક લઈ વિસનગર જવાનું કહીને નીકળ્યા હતા.

ત્યારે રાત્રે મોડા સુધી તેઓ ઘેર ના પહોંચતા પરિવારજનોએ એમના મોબાઈલ પર સંપર્ક કરતા મોબાઈલ બંધ આવ્યો હતો. ત્યાર બાદ તેમના પરિવારજનો દ્વારા વિસનગર પોલીસમાં અજિતભાઈ ગુમ થયા અંગે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

બીજી બાજુ મોઢેરા પોલીસ કર્મી સવારે મોઢેરા- મીઠીઘારિયાલ રોડ પર પેટ્રોલિંગમાં કેનાલ પાસે એક બિનવારસી બાઇક નજરે પડતા મોબાઈલ એપ્લિકેશનથી બાઇક માલિકનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ મૃતકના પરિવારજનો મોઢેરા કેનાલ પાસે પહોંચતાં તરવૈયાની મદદથી શોધખોળ બાદ અજિત પટેલની લાશ મળી હતી.

અન્ય સમાચારો પણ છે...