સરવૈયું:બહુચરાજી તાલુકાની 12 ગ્રામ પંચાયત માટે સરેરાશ 76.23 ટકા મતદાન થયું

બહુચરાજી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોઢેરા - Divya Bhaskar
મોઢેરા
  • સૌથી વધુ પોયડામાં 93.20 %, સૌથી ઓછું 37.31 % ધારપુરા (ખાંટ)માં થયું

બહુચરાજી તાલુકાની 12 ગ્રામ પંચાયતો માટે રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સવારે 7 થી 5 વાગ્યા સુધીમાં સરેરાશ 76.23 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન પોયડામાં 93.20 ટકા અને સૌથી ઓછું મતદાન 37.31 ટકા ધારપુરા (ખાંટ) ગામે થયું હતું.

સાંજે 5 વાગ્યા સુધી બહુચરાજી તાલુકાની સૌથી મોટી મોઢેરા ગ્રામ પંચાયતમાં 74.91 ટકા મતદાન થયું છે. જેમાં 7 વોર્ડ પૈકી સૌથી વધુ મોઢેરા વોર્ડ-2માં 87.85 ટકા મતદાન થયું હતું. વહેલી સવારથી જ ઠંડીની પરવાહ કર્યા વિના ગ્રામજનોએ મતદાન માટે ઉત્સાહ દાખવ્યો હતો. મતદાન મથક બહાર લાંબી લાઇનો લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...