તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને હાલાકી:બહુચરાજી-બિલિયા સુધીના 15 કિમી રોડના 3 વર્ષમાં છોતરા નીકળી ગયાં

બહુચરાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભ્રષ્ટાચારી તંત્રના પાપે રોડ પરના 25થી વધુ ગામોના લોકોને હાલાકી
  • બિસમાર રોડ રિપેર કરવાના નામે ખર્ચા પણ રોડની દુર્દશા જૈસે થે

બહુચરાજી-હારિજ હાઇવે પર બિલિયા ગામ સુધીનો 15 કિમી રોડ બન્યાના 3 વર્ષ થયાં નથી ત્યાં છોતરા ઉડી ગયાં છે. આ રોડ પર ભારે ટ્રાફિક રહેતો હોવા છતાં લોટ પાણીને લાકડા જેવો બનાવાતાં આજે ડામરનું નામોનિશાન રહ્યું નથી. માર્ગ મકાન વિભાગના બહુચરાજી તાલુકાના ભ્રષ્ટાચારી બાબુઓની આંખ આડા કાન કરવાની નીતિના કારણે આજે આ રોડનો ઉપયોગ કરતાં 25થી વધુ ગામોના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બહુચરાજીથી કચ્છ તરફ જવા વાયા હારિજનો 25 કિમીનો ટૂંકો રોડ બનતાં વિસ્તારની જનતામાં ખુશી છવાઇ હતી.

પરંતુ બહુચરાજી તાલુકાની હદમાં આવતો 15 કિમીનો રોડ બન્યાના 6 માસમાં જ તૂટવા લાગ્યો હતો અને પહેલા ચોમાસામાં તો રોડ મગરની પીઠ જેવો બની ગયો હતો. રોડમાં કામમાં વેઠ ઉતાર્યા પછી પણ ભ્રષ્ટાચારી તંત્ર માટે આ રોડ કમાઉ દીકરો બની ગયો હોય તેમ રિપેરિંગના નામે લાખો રૂપિયાનું આંધણ કરાયું, આમ છતાં આજે આ રોડની હાલત જૈસે થે છે.

રોડ પર અનેક ગાબડાં પડી ગયાં છે, અનેક જગ્યાએ તો ડામરનું નામોનિશાન જણાતું નથી. પરિણામે ઇમરજન્સીમાં દર્દીને સારવાર માટે લઈ જવામાં સમય વ્યતીત થતાં દર્દીએ જીવ ગુમાવવાની પણ નોબત આવે છે. લોકોને પડતી હાલાકીને ધ્યાને લઇ આ રોડનું વહેલીતકે નવિનીકરણ કરવા ધારાસભ્ય ભરતજી ઠાકોરે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...