રજૂઆત:બહુચરાજીમાં સુખાજી ઠાકોરને ટિકિટ અપાતાં રજની પટેલના સમર્થકો ભડક્યા

બહુચરાજી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરમાં હતા ત્યારે મોબાઇલ પર જાણ થઇ તમને ટિકિટ મળી છે

બહુચરાજી બેઠક પર ભાજપે 60 વર્ષીય ડૉ. સુખાજી ઠાકોર નવો જ ચહેરો મેદાનમાં ઉતાર્યો છે. આ બેઠક માટે પૂર્વ ગૃહ મંત્રી અને પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રબળ દાવેદાર મનાતા હતા અને તેમણે ચૂંટણી અગાઉ જ ગામે ગામ લોકસંપર્ક શરૂ પણ કરી દીધો હતો. આથી સુખાજીની પસંદગીથી ખુદ ભાજપના કાર્યકરો પણ અચંબામાં પડી ગયા હતા. સુખાજીને ટિકિટ મળ્યાની જાણ તેઓ ખેતરમાં હતા ત્યારે થઇ હતી. બીજી બાજુ, પ્રબળ દાવેદાર મનાતા રજની પટેલના સમર્થકો ભડક્યા ઊઠ્યા હતા.

સેન્સ નહીં લેવાયાનો કમલમમાં બળાપો ઠાલવ્યો
બહુચરાજી બેઠક પર સુખાજી ઠાકોરને ટિકિટ અપાતાં રજનીભાઇ પટેલના સમર્થકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને રજનીભાઇની સેન્સ લીધા સિવાય ટિકિટ ફાળવણી કરાતાં નારાજ સંગઠનના હોદ્દેદારોએ સામુહિક રાજીનામાં ધરી દેવાની તૈયારી બતાવી હતી. બહુચરાજી અને જોટાણા તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો ગાધીનગર કમલમ ખાતે રજૂઆત માટે દોડી ગયા હતા. જ્યાં રાત્રે મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાને મળી સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓની સેન્સ નહીં લીધા વિના ઉમેદવારની પસંદગી સામે નારાજગી વ્યક્ત કરી હતી. વાઘેલાએ તેમની લાગણી મોવડી મંડળ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.

સુખાજી ઠાકોરની આ કારણોસર પસંદગી થઇ
{ બેઠકમાં સૌથી વધુ મતદારો ઠાકોર-ક્ષત્રિય અને બીજા ક્રમે પાટીદારોના છે. 84 ઠાકોર સમાજના મહત્તમ મત છે. સુખાજી આ સમાજના છે.
{જિલ્લાની 7 બેઠકો પૈકી 4 બેઠકો ઉપર પાટીદારોને ટિકિટ આપવામાં આવી છે. કડી એસસી અનામત બેઠક છે. બહુચરાજીમાં ઠાકોર સમાજને ટિકિટ આપી સામાજિક સમીકરણ જાળવી લેવાયું.
{ 20 વર્ષથી ભાજપના કાર્યકર છે. ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, સામાજિક સંગઠનો અને એનજીઓ સાથે જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...