તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગાર પર રેડ:બહુચરાજીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ વરલીના ચાર અડ્ડાઓ પર ત્રાટક્યો, 22 શખ્સો ઝડપાયા

બહુચરાજી3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્રમિકોના વેશમાં જુગાર પર રેડ કરતાં દોડધામ મચી ગઇ

બહુચરાજીમાં સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલતા વરલી મટકાના ચાર અડ્ડાઅો પર ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોઅે શ્રમિકોના વેશમાં સામુહિક રેડ કરી હતી. જેમાં રૂ.29450 ની રોકડ, 17 મોબાઇલ, 3 વાહનો મળી કુલ રૂ.1.27 લાખના મુદ્દામાલ સાથે 22 જુગારીઅોને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સુત્રાધાર સહિત 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. ડીઅાઇજીના સ્ક્વોડે ક્વોલિટી કેસ કર્યા હોઇ ટાઉન પોલીસ અને ડી-સ્ટાફ સામે શિક્ષાત્મક પગલાંની તલવાર તોળાઇ રહ્યાની પોલીસ બેડામાં ચર્ચા ઉઠી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે ગઇ કાલે બપોર બાદ બહુચરાજીમાં નવદુર્ગા ચોક, અાંબલી બજાર કુબેર ટી સ્ટોલ પાછળ તેમજ અેસટી સ્ટેન્ડની પાછળ તળાવ રોડ ઉપર ચાલતાં વરલી મટકાના જાહેર સ્ટેન્ડો પર અોચિંતી રેડ કરી હતી. જેમાં વરલી મટકાનો જુગાર લખતા અને લખાવવા અાવેલા 22 શખ્સોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. અને તેમની પાસેથી રૂ.29540 ની રોકડ, રૂ.17500 ના મોબાઇલ નંગ-17, રૂ.30 હજારના 2 બાઇક, રૂ.50 હજારની રિક્ષા સહિત રૂ.127140 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર મનુજી ઠાકોર અને નિકુંજ સાધુ ભાગી ગયા હતા. અા તમામ 24 સામે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

જુગાર રમતાં પકડાયેલા શખ્સો

 • લાલસંગ મોતીજી ઠાકોર (બહુચરાજી)
 • વિષ્ણુજી લાઘુજી ઠાકોર (ગોસાણા)
 • ઉમેશજી શંકરજી ઠાકોર (બહુચરાજી)
 • હસમુખજી વેલાજી ઠાકોર (ફતેપુરા)
 • ભોપાજી ધુળાજી ઠાકોર (સીતાપુર)
 • અરવિંદજી ગંભીરજી ઠાકોર (ડોડીવાડા)
 • ચેતનજી કાન્તીજી ઠાકોર (બેચર)
 • ભરતજી કાન્તીજી ઠાકોર (બહુચરાજી)
 • બચુજી હિરાજી ઠાકોર (માત્રાસણ)
 • ગંગારામ માધવસિંહ ઠાકોર (બહુચરાજી)
 • વિરસંગભાઇ રાયસીંગભાઇ ઠાકોર (પાટડી)
 • લાખાભાઇ ઉમેદસંગ ઠાકોર (ડેડાણા)
 • કિશોરજી અજાજી ઠાકોર (ગણેશપુરા)
 • જશવંત કનુભાઇ રાઠોડ (બહુચરાજી)
 • બળદેવજી ડાહ્યાજી ઠાકોર (બહુચરાજી)
 • જીવણજી લક્ષ્મણજી ઠાકોર (મીઠીધારીયાલ)
 • કપીલ નટુભાઇ વાદી (બહુચરાજી)
 • કમલેશ બાબુલાલ શાહ (બહુચરાજી)
 • ભીખાજી ટપુજી વાઘેલા (પાલોદર)
 • પ્રકાશજી ચંદુજી ઠાકોર (બહુચરાજી)
 • મુકેશ ચતુરભાઇ દેવીપુજક (અેદલા)
 • વોન્ટેડ
 • મનુજી ગાંડાજી ઠાકોર (બહુચરાજી)
 • નિકંુજ બાલકદાસ સાધુ (બહુચરાજી)
અન્ય સમાચારો પણ છે...