તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૃદય કંપાવતી ઘટના:બહુચરાજીના રાંતેજ પાસે કાંટાળી ઝાડીમાં ત્યજેલી નવજાત બાળકી મળી આવી, ગ્રામ પંચાયતના પટ્ટાવાળાએ જાણ કરી

મહેસાણા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

બેચરાજીના રાંતેજ ગામના ખેતરમાંથી ગઈકાલે મોડી રાત્રે કડકડતી ઠંડીમાં નવજાત બાળકી મળી આવી છે. ગ્રામ પંચાયતના પટ્ટાવાળાએ ઘટનાની જાણ કરતાં સરપંચ સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાળકીને કડકડતી ઠંડીમાં કોણ મૂકી ગયું હશે તેની લઈને ચર્ચાઓ ચાલી રહી છે. બાળકી માટે અજાણી મહિલા પણ નિષ્ઠૂર હોવાના લોકો આરોપો પણ લગાવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં લગભગ ત્રીજી વખત નવજાત બાળક અસુરક્ષિત અને ત્યજી દીધેલ હાલતમાં મળી આવ્યું છે .

ખેતરની વાડમાં બાળકી દેખાઈ હતી
ગામના સરપંચ ઘેમર રબારીને પંચાયતના પટ્ટાવાળા ઝાલા જલુભાએ ફોન કરીને જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા અલ્પેશે રાયળાવાળા ખેતરમાં શેઢાની વાડમાં નવજાત બાળકીને જોઇ છે. ઘટનાસ્થળ પર સરપંચ સહિતનાએ જઇ તપાસ કરતાં ખેતરના શેઢાની વાડમાં તાજી જન્મેલી બાળકી મળી આવી હતી.

શરીર ઉપર મલ્ટીપર્પઝ ઇજાઓ હતી
મહેસાણા સિવિલના બાળ નિષ્ણાત ડૉ. બ્રિજેશ પટેલે જણાવ્યું કે, બાળકને લવાયું ત્યારે તેના શરીર ઉપર મલ્ટી પર્પઝ ઇજાઓ હતી અને ઠંડીના કારણે શોકમાં હોઇ શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. ગમે તે સમયે વેન્ટીલેટર લેવું પડે તેમ હોઇ અમદાવાદ ટ્રાન્સફર કરાયું હતું.

10 દિવસ પૂર્વે મગુના થી નવજાત મળ્યું હતું
મહેસાણાના મગુના લાલજીનગરમાં 25મી જાન્યુઆરીએ કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો