તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહકોમાં રોષ:વીજકંપનીની સિક્યુરિટી ડિપોઝિટના નામે લૂંટ

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતમાં વીજબિલની સાથે વધારાની સિક્યુરિટી ડિપોઝિટ ભરવા નોટિસો અપાઇ

ઉ. ગુ. વીજ કંપની દ્વારા ઘર વપરાશના અનેક ગ્રાહકોને મે અને જૂન માસના બિલની સાથે સિક્યુરિટી ડિપોઝીટની રકમ એક મહિનામાં ભરપાઇ કરવા નોટિસો અપાઈ છે. એકબાજુ કોરોના મહામારીમાં લોકો આર્થિક સંકડામણ વેઠી રહ્યા છે, ત્યાં બીજી બાજુ વીજ કંપનીની આ સિક્યુરિટી ડિપોઝિટના નામે ઉઘાડી લૂંટને લઇ ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. આ બાબતે લોકો લડત આપવાનું નક્કી કર્યું છે.

ઉ.ગુ.વીજ કંપની બહુચરાજી નીચે 115 જેટલા ગામો આવેલા છે. હાલમાં ઘર વપરાશના રનિંગ બિલ સાથે તા.28/05/2021ના રોજ અનેક ગ્રાહકોને અલગથી નોટિસ આપી સરેરાશ રૂ.500 થી રૂ.2000 જેટલી વધારાની સિક્યોરિટી ડિપોઝિટ દિન-30માં ભરવાનો આદેશ કરી આ રકમ સમયસર ન ભરે તો દંડનીય કાર્યવાહી કરવાની અને જરૂર પડે વીજજોડાણ કાપી નાખવાની ચીમકી અપાઇ છે. આ રકમ રોકડ તથા ડીડી દ્વારા ભરપાઈ કરતાં પહેલા કચેરીમાં એસ.આર. નંબર પડાવ્યા પછી જ સ્વીકારાશે.

લોડ પ્રમાણે સિક્યુરિટી ડિપોઝિટ ભરવાની છે
બહુચરાજી વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર બી.સી. કાપડિયાને પૂછતાં જણાવ્યું કે, વીજકંપની દ્વારા આખા ગુજરાતમાં ઘર વપરાશના વીજ ગ્રાહકો કે જે અગાઉ મીટર જોડાણ વખતે માગેલ લોડ પ્રમાણે સિક્યોરિટી ડિપોઝિટ ભરેલી હતી અને જે ગ્રાહકોનો વીજ વપરાશ વધ્યો હોય તેવા તમામ ગ્રાહકોને વધારાની સિક્યુરિટી ડિપોઝીટ ભરવા દિન-30ની મુદત અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...