તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:બહુચરાજી રેલવેના કામમાં દેથલીની 1500 વીઘા જમીનનો રસ્તો બંધ

બહુચરાજી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉનું રેલવે ફાટક બંધ કરી દેવાતાં અવરજવર માટે મુશ્કેલી
  • ફાટકની જગ્યાએ અંડરબ્રિજ બનાવવા ધારાસભ્યની રેલકંપનીને રજૂઆત

બહુચરાજી- અમદાવાદ બ્રોડગેજ રેલલાઇનની કામગીરી દરમિયાન દેથલી ગામના ખેડૂતોને ખેતરોમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. જે અંગે બહુચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરને જાણ થતાં તેમણે ગુજરાત રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ગાંધીનગરને અંડરબ્રિજ બનાવી ગામના ખેડૂતોને રસ્તો આપવા લેખિત રજૂઆત કરી છે.

બહુચરાજી તાલુકાના દેથળી પાસેથી પસાર થતી રણુંજ-અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇનનું કામ હાલમાં ચાલી રહ્યું છે. જેમાં દેથલી થી ઈન્દ્રપ ગામ જવાના રસ્તા ઉપર દેથલી ગામના ખેડૂતોની 1500 વીઘા જેટલી જમીન આવેલી છે. અગાઉ ખેડૂતોને અવર જવર માટે અહીં રસ્તા ઉપર રેલવેફાટક મૂકેલી હતી, જેના કારણે ખેડૂતોને અવરજવરમાં કોઈ અગવડ પડતી ન હતી. પરંતુ નવી રેલવેનું કામ ચાલુ થતાં રસ્તો બંધ કરી દેવાતાં 1500 વીઘા જમીનનો રસ્તો બંધ થઈ જતાં આગામી ચોમાસુ વાવેતર કરવા ક્યાંથી જવું તેની મૂંઝવણ ખેડૂતોમાં ઊઠી છે.

આ મામલે ધારાસભ્ય ભરતજી ઠાકોરનું ધ્યાન દોરાતાં તેમણે આ રસ્તા ઉપર અંડરબ્રિજ બનાવવામાં આવે જેથી ખેડૂતોને ભવિષ્યમાં ખેતરમાં જવામાં તકલીફ ના પડે તે માટે જરૂરી કાર્યવાહી કરવા ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગરને લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...