સૂર્ય ગ્રામોનું નિર્માણ:મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોઢેરા સોલાર વિલેજનો ઉલ્લેખ કર્યો

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શું તમે ક્યારેય વિચારી શકો છો કે તમે આખો મહિનો વીજળીનો ઉપયોગ કરો અને તમારું વીજળી બિલ આવવાના બદલે તમને વીજળીના પૈસા મળે? સૌર ઊર્જાએ આ પણ કરી દેખાડ્યું છે. તમે કેટલાક દિવસ પહેલાં, દેશના પહેલા સૂર્ય ગ્રામ- ગુજરાતના મોઢેરાની ઘણી ચર્ચા સાંભળી હશે. મોઢેરા સૂર્ય ગ્રામનાં મોટા ભાગનાં ઘર, સૉલાર પાવરથી વીજળી ઉત્પાદન કરવા લાગ્યાં છે.

હવે ત્યાંનાં અનેક ઘરોમાં મહિનાના અંતેવીજળીનું બિલ નથી આવતું, પરંતુ વીજળીની કમાણીના ચૅક આવી રહ્યા છે. આ થતું જોઈને, અનેક ગામોના લોકો મને પત્રો લખીને કહી રહ્યા છે કે તેમના ગામને પણ સૂર્ય ગ્રામમાં પરિવર્તિત કરી દેવામાં આવે, એટલે કે તે દિવસ દૂર નથી જ્યારે ભારતમાં સૂર્ય ગ્રામોનું નિર્માણ ઘણું મોટું જનાંદોલન બનશે અને તેની શરૂઆત મોઢેરા ગામના લોકો કરી જ ચૂક્યા છે.

આવો, ‘મન કી બાત’ના શ્રોતાઓને પણ મોઢેરાના લોકો સાથે મેળવીએ. આપણી સાથે આ સમય ફૉન લાઇન પર જોડાયા છે શ્રીમાન વિપિનભાઈ પટેલ પ્રધાનમંત્રી: વિપિનભાઈ, નમસ્તે. જુઓ, હવે તો મોઢેરા સમગ્ર દેશ માટે એક મૉડલના રૂપમાં ચર્ચામાં આવી ગયું છે. પરંતુ જ્યારે તમને તમારા સંબંધીઓ, પરિચિતો બધી વાતો પૂછતા હશે તો તમે તેમને શું-શું કહો છો, શું ફાયદો થયો? વિપિનભાઈ: સાહેબ, લોકો અમને પૂછે તો અમે કહીએ છીએ કે અમને જે બિલ આવતું હતું, લાઇટ બિલ, તે હવે શૂન્ય આવી રહ્યું છે અને ક્યારેક ૭૦ રૂપિયા આવી જાય છે પરંતુ અમારા સમગ્ર ગામમાં આર્થિક પરિસ્થિતિ સુધરી રહી છે. પ્રધાનમંત્રી: અર્થાત્ એક રીતે, પહેલાં જે વીજળી બિલની ચિંતા હતી તે સમાપ્ત થઈ ગઈ. વિપિનભાઈ: હા સાહેબ, તે વાત તો સાચી છે, સાહેબ. હવે કોઈ ટેન્શન નથી, સમગ્ર ગામમાં. બધા લોકોને લાગી રહ્યું છે કે સાહેબે જે કર્યું તો તે ઘણું સારું કર્યું. તેઓ ખુશ છે સાહેબ. આનંદિત થઈ રહ્યા છે બધા. પ્રધાનમંત્રી: હવે પોતાના ઘરમાં જ પોતે જ વીજળીના કારખાનાના માલિક બની ગયા. પોતાના ઘરની છત પર વીજળી બની રહી છે. વિપિનભાઈ: હા, સાહેબ, સાચી વાત છે પ્રધાનમંત્રી: તો આ જે પરિવર્તન આવ્યું છે તેની ગામના લોકો પર શું અસર છે? વિપિનભાઈ: સાહેબ, સમગ્ર ગામના લોકો, તેઓ ખેતી કરી રહ્યા છે તો પછી અમારે વીજળીની જે ઝંઝટ હતી તેમાંથી મુક્તિ મળી ગઈ છે. વીજળીનું બિલ તો ભરવાનું નથી, તેથી નિશ્ચિંત થઈ ગયા છીએ, પ્રધાનમંત્રી: અર્થાત, વીજળીનું બિલ પણ ગયું અને સુવિધા વધી ગઈ. વિપિનભાઈ: ઝંઝટ જ ગઈ સાહેબ અને સાહેબ, જ્યારે તમે અહીં આવ્યા હતા અને તે થ્રીડી શૉ, જેનું અહીં ઉદ્ઘાટન કર્યું હતું તે પછી તો મોઢેરા ગામમાં ચાર ચાંદ લાગી ગયા છે સાહેબ અને તે જે સેક્રેટરી આવ્યા હતા. પ્રધાનમંત્રી: જી, જી… વિપિનભાઈ: તો અમારું ગામ ફેમસ થઈ ગયું, પ્રધાનમંત્રી: જી હા, સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના મહા સચિવ તેમની પોતાની ઈચ્છા હતી. તેમણે મને ઘણો આગ્રહ કર્યો કે ભાઈ, આટલું મોટું કામ કર્યું છે તો હું ત્યાં જઈને જોવા ઈચ્છું છું.

આવો હવે મોઢેરા ગામનાં વર્ષાબેન સાથે પણ વાત કરીએ. વર્ષાબેન: હેલ્લો, નમસ્તે સાહેબ. પ્રધાનમંત્રી: નમસ્તે-નમસ્તે વર્ષાબેન. કેમ છો તમે? વર્ષાબેન: અમે તો ઘણાં મજામાં છીએ, સાહેબ. આપ કેમ છો? પ્રધાનમંત્રી: હું પણ મજામાં છું. વર્ષાબેન: અમે ધન્ય થઈ ગયાં સાહેબ, આપની સાથે વાત કરીને. પ્રધાનમંત્રી: અચ્છા, વર્ષાબેન… વર્ષાબેન: હા. પ્રધાનમંત્રી: તમે મોઢેરામાં, તમે તો એક તો સૈનિક પરિવારમાંથી છો. વર્ષાબેન: હું સૈનિક પરિવારમાંથી છું. હું પૂર્વ સૈનિકની પત્ની બોલી રહી છું. પ્રધાનમંત્રી: તો પહેલાં હિન્દુસ્તાનમાં ક્યાં-ક્યાં જવાની તક મળી તમને? વર્ષાબેન: મને રાજસ્થાનમાં મળ્યું, ગાંધીનગરમાં મળ્યું, કચરા કાંઝોર જમ્મુ છે ત્યાં તક મળી, સાથે રહેવાની. બહુ જ સુવિધા ત્યાં મળી રહી હતી સાહેબ. પ્રધાનમંત્રી: હા. આ સૈન્યમાં હોવાના કારણે તમે હિન્દી પણ સરસ બોલી રહ્યાં છો. વર્ષાબેન: હા જી. શીખી છે સાહેબ. હા. પ્રધાનમંત્રી: મને જણાવો કે મોઢેરામાં જે આટલું મોટું પરિવર્તન આવ્યું, આ સૉલાર રૂફટૉપ પ્લાન્ટ તમે લગાવી દીધો. શરૂઆતમાં લોકો કહી રહ્યા હશે, ત્યારે તો તમને મનમાં થયું હશે, આનો શું અર્થ? શું કરી રહ્યા છીએ? શું થશે? આમ કંઈ થોડી વીજળી આવે? આ બધી વાતો તમારા મનમાં આવી હશે? હવે શું અનુભવ થઈ રહ્યો છે? તેનો ફાયદો શું થયો છે? વર્ષાબેન: ખૂબ જ સાહેબ, ફાયદો જ ફાયદો થયો છે, સાહેબ. અમારા ગામમાં તો રોજ દિવાળી મનાવાઈ રહી છે તમારા કારણે. ૨૪ કલાક અમને વીજળી મળી રહી છે, બિલ તો આવતું જ નથી ને, બિલકુલ. અમારા ઘરમાં અમે ઇલેક્ટ્રિક બધી ચીજો ઘરમાં લાવી દીધી છે, બધી ચીજોનો ઉપયોગ કરી રહ્યા છીએ, તમારા કારણે સાહેબ. બિલ આવતું જ નથી તો અમે મુક્ત મને, બધાનો ઉપયોગ કરી શકીએ છીએ ને?

અન્ય સમાચારો પણ છે...