તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:બહુચરાજીના હરગોવનપુરામાં મંજૂર સીસી રોડ 3 વર્ષથી નહીં બનાવાતાં રોષ

બહુચરાજીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમયસર રોડનું કામ નહિ કરતાં રોડની ગ્રાન્ટ પરત ગઈ
 • ગટરના કારણે રોડનું કામ થયુ ન હતુ, નવેસરથી દરખાસ્ત કરાઈ : સરપંચ

બહુચરાજીના હરગોવનપુરામાં આરસીસી રોડનું મંજૂર થયેલું કામ ત્રણ વર્ષ પછી પણ નહિ થતાં સ્થાનિક રહીશોમાં ગ્રામ પંચાયતની કામગીરી સામે નારાજગીનો સૂર ઉઠયો છે. આ વિસ્તારના ગ્રામ પંચાયત સદસ્ય જશવંતભાઇ પટેલે જણાવ્યું કે, વર્ષ 2017-18માં રાજ્ય કક્ષાની ઊજવણી અંતર્ગત હરગોવનપુરામાં આરસીસી રોડ અને પીવાના પાણીની પાઈપલાઈન નાખવા રૂ. બે લાખ મંજૂર થયા હતા.

આજે ત્રણ ત્રણ વર્ષ થવા છતાં વિસ્તાર પ્રત્યે પૂર્વગ્રહ રાખી રોડ બનાવવામાં આવતો નથી. આ બાબતે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત સહિતને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કામ કરાયું નથી. પરિણામે ખાસ કરીને ચોમાસામાં વિસ્તારના રહીશોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

જોકે, આ અંગે સરપંચ દેવાંગ પંડ્યાએ પૂર્વગ્રહના આક્ષેપોને ફગાવતાં જણાવ્યું કે, મંજૂર ગ્રાન્ટમાંથી રૂ. ૪૦ હજારના ખર્ચે પાણીની પાઇપ લાઇન નાખી છે. પરંતુ જે જગ્યાએ રોડ કરવાનો છે ત્યાંથી ગટર લાઈન પસાર થતી હોઈ આ કામ થઈ શક્યું નહોતું અને ગ્રાન્ટ પાછી ગઈ હતી, પરંતુ સ્થાનિક લોકોની માગણી હોઈ રોડ મંજૂર કરવા જિલ્લા કક્ષાએ નવેસરથી દરખાસ્ત કરાઈ છે, જે મંજૂર થયેથી રોડ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો