તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:ડોડીવાડા-મણિયારી 6 કિમી રોડનું કામ કોન્ટ્રાક્ટરે અધૂરું મૂકતાં લોકોમાં આક્રોશ

બહુચરાજી20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બે માસથી કામ બંધ છતાં માર્ગ-મકાન વિભાગ કોન્ટ્રાક્ટરને છાવરે છે
 • ભંગાર રસ્તાના કારણે 25 ગામોના એસટી સહિત વાહન વ્યવહારને અસર

બહુચરાજી તાલુકાના ડોડીવાડાથી આદીવાડા થઇ મણિયારી ચોકડીને જોડતો 6 કિમીનો રોડ મંજૂર થયાના એક વર્ષ પછી કામ તો શરૂ થયું, પરંતુ સાઇડમાં મેટલકામ કરી બે મહિનાથી કામ બંધ છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર સામે તાલુકા અને જિલ્લાનું બાંધકામ ખાતુ ઘૂંટણિયે પડી ગયું હોય તેમ કોઇ પગલાં નહીં લેવાતાં આ વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

ડોડીવાડા ગામના માજી ડેલિગેટ પ્રહલાદભાઇ પટેલે જણાવ્યું કે, બહુચર માતાજીના ધામ બહુચરાજી અને શંખલપુર, હનુમાનદાદાનું ધામ ડોડીવાડા અને સપ્તમાતૃકા દેવીનું ધામ આદીવાડા ગામને જોડતો ડોડીવાડાથી મણિયારી ચોકડી સુધીનો રોડ સાવ તૂટી ગયો છે. આ રોડ મંજૂર થયે એક વર્ષ ઉપરાંતનો સમય થયો હોવા છતાં કામ હજુ પૂરું થયું નથી.

પરિણામે આજે આ વિસ્તારના 25થી વધુુ ગામોના લોકોને તાલુકા મથકે આવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આદીવાડા ગામે માતાજીના મંદિરની સામે 50 ફૂટ રોડ ત્રણ વર્ષ પહેલાં પૂરમાં ધોવાઇ ગયો હતો, જેના પર મેટલ નાખ્યા પછી પેવર કરવાનું પણ તંત્રને નહીં સૂઝતાં આજે પણ લોકો હેરાન થઇ રહ્યા છે. આ રોડની ભંગાર હાલતના કારણે એસટી સહિતના વાહન વ્યવહારને માઠી અસર પડી રહી છે. નઘરોળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સી સામે કોઇ પગલાં લેવામાં નહીં સ્થાનિક અધિકારીની કામગીરી સામે પણ શંકાની સોય તકાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો