બોરનું પાણી લેવા મજબૂર:રવી સિઝન શરૂ થઇ છતાં નર્મદા કેનાલોમાં પિયત માટે પાણી ન છોડાતાં ખેડૂતોમાં રોષ

બહુચરાજીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી પાસેના સાપાવાડા ગામની તૂટેલી કેનાલ હજુ રિપેર કરાઇ નથી. - Divya Bhaskar
બહુચરાજી પાસેના સાપાવાડા ગામની તૂટેલી કેનાલ હજુ રિપેર કરાઇ નથી.
  • બહુચરાજી- ચાણસ્મા વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં ઘાસ અને બાવળ ઊગી નીકળ્યા
  • એરંડા, રાયડા, ઘઉંના પાકને ગાળવણ કરવા બોરનું પાણી લેવા ખેડૂતો મજબૂર બન્યા

ચોમાસાની વિદાય બાદ ખેડૂતોએ રવી સિઝનના વાવેતરની તૈયારી કરી દીધી છે, પરંતુ બહુચરાજી- ચાણસ્મા વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં પિયત માટે પાણી છોડવામાં નહીં આવતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે. હાલ તો ખેડૂતો નાછૂટકે ગાળવણ માટે બોરનું પાણી લેવા મજબૂર બન્યા છે.

બીજી બાજુ, નઘરોળ નર્મદા વિભાગ દ્વારા પાણી બંધ હોવા છતાં સાપાવાડા, સૂરજ સહિતના ગામોએ તૂટેલી કેનાલો રિપેર કરાઇ નથી, તો શંખલપુર સહિત ગામોની કેનાલોમાં ઘાસ અને બાવળનાં ઝુંડ ઉગી નીકળ્યા છે. દર વર્ષે કેનાલની સફાઇ કર્યા વિના જ સફાઇનાં બિલો મૂકી મોટી રકમનો ભષ્ટ્રાચાર આચરાતો હોવાની બૂમ ઊઠી છે.

આ વિસ્તારમાં પહેલો વરસાદ મોડો પડ્યો હતો અને બીજો વરસાદ સતત એક મહિના સુધી ચાલુ રહેતાં અડદ, તલ સહિતનાં કઠોળ તેમજ કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે કરેલો તમામ ખર્ચ માથે પડ્યો છે. 15 ઓક્ટોબરથી શરૂ થયેલી રવી સિઝનમાં ખેડૂતોએ એરંડા, રાયડા, ઘઉં સહિતના પાકને ગાળવણ કરવા પાણીની જરૂર ઊભી થઈ છે, પરંતુ નર્મદા કેનાલો સૂકીભઠ્ઠ પડી છે. બોર ઉપર 8 કલાક વીજળી મળે છે અને કલાકવાળીનો દર ઊંચો હોઇ ખેડૂતની હાલત દયનિય બની છે.

અન્ય સમાચારો પણ છે...