તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાકાળમાં લગ્નની ખુશ્બુ:ના કોઇ વરઘોડો, ના રાસ-ગરબા કે ડીજેનો ઠાઠ, માત્ર 50 જાનૈયાની હાજરીમાં લગ્ન

બહુચરાજી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહુચરાજીના શંખલપુરમાં શ્રીમંત પરિવારની ખુશ્બુની લગ્નમાં બિનજરૂરી ખર્ચ અટકાવવા પહેલ

ખુશ્બુ નામની દીકરીએ તેના નામની જેમ સાવ સાદગીથી લગ્ન યોજી સમાજમાં પ્રેરણાત્મક ખુશ્બુ ફેલાવી છે. બહુચરાજીના શંખલપુર ગામના વિમળાબેન અને ભરતભાઈ જેઠાભાઈ પટેલ તેમની દીકરી ખુશ્બુને ધામધૂમથી પરણાવી શકે તેમ છે. છતાં દીકરીના વિચારોથી પ્રેરાઈ અન્ય લોકોની જેમ લગ્નમાં બિનજરૂરી ખર્ચનો ત્યાગ કરી સાદગીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જે મુજબ શુક્રવારે બહુચર માતાજીના મંદિરમાં એકદમ સાદગીપૂર્ણ માહોલમાં ખુશ્બુનાં લગ્ન પાટણના ડાભડી ગામના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજમાં કેમિકલ એન્જિનિયર એવા અર્પિત સાથે યોજાયા.

ના કોઈ લગ્નપત્રિકા, ના કોઇ વરઘોડા, રાસ-ગરબા કે ડીજેનો ઠાઠમાઠ. બે-ત્રણ દિવસના જમણવારના બદલે માત્ર બંને પક્ષના માત્ર 40-50 જાનૈયાઓની હાજરીમાં સાદો જમણવાર. લગ્ન મંડપ ખરો પણ લીલાંછમ લીમડાઓની વચ્ચે કુદરતી માહોલમાં.

સરકાર કોરોના મહામારીના કારણે લગ્નમાં વધારે જાનૈયાઓની છૂટ આપે કે ન આપે આ પરિવારે બંને પક્ષે મળીને પહેલેથી જ નક્કી કર્યું હતું કે નજીકના 40-50 સ્નેહીજનોને જ બોલાવવા અને લગ્નના દિવસે જ જરૂરી વિધિ કરવી. ઉલ્લેખનીય છે કે, ભરતભાઇ પટેલે જણાવ્યું કે, લગ્નમાં બચેલા રૂ. 4.50 લાખ દીકરીને અર્પણ કર્યા છે.

અમે દેખાદેખી પાછળ થતો ખર્ચ કરવા માગતા ન હતા
નવવિવાહિતા ખુશ્બુ કહે છે, મેં મારા મમ્મી-પપ્પાને પહેલેથી જ કહ્યું હતું. અમે કંઈપણ લીધા વિના કે દેખાદેખીના ખર્ચ કર્યા વિના જ પરણવા માગીએ છીએ. અમને દાગીના નહીં આશિષ આપજો. મારો આ વિચાર પતિ અર્પિત, સસરા જયેશભાઈ અને સાસુ સંગીતા બેનના સહકારથી પૂર્ણ થઇ શક્યો.

અન્ય સમાચારો પણ છે...